(Source: ECI/ABP News/ABP Majha)
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
CM Letter: સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, તલ અને મરચા સહિતના પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે
CM Letter: છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે મોટાભાગના ખેડૂતોનો પાક બળીને ખાખ થઇ ગયો છે. ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ-મધ્ય અને સૌરાષ્ટ્રના ખેડૂતોને અસર પહોંચી છે. જેને લઇને કોંગ્રેસ સહિત કેટલાક નેતાઓ સરકાર સામે પાક નુકસાનીના વળતરની માંગ કરી રહ્યાં છે. આ કડીમાં આજે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
છેલ્લા એક મહિનાથી રાજ્યમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ચોમાસુ પાકને મોટું નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોને વળતર ચૂકવવા માટે માંગ કરાઇ રહી છે. આજે ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ સરકાર સામે ખેડૂતોની હિતલક્ષી માંગ કરી છે. માહિતી પ્રમાણે, ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમને સૌરાષ્ટ્રના ખેડૂતોને પાકમાં નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે. પત્રમાં લખાયુ છે કે, આ વખતે અતિવૃષ્ટીથી ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યુ છે. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, તલ અને મરચા સહિતના પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેથી રાજ્ય સરકારે તાત્કાલિક ખેડૂત સહાય પેકેજ જાહેર કરવું જોઇએ.
'દાના' વાવાઝોડાને લઇને સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા
ચક્રવાત 'દાના'ના ખતરાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળ સરકારે ઘણા મોટા સાવચેતીના પગલાં લીધા છે:
શાળાઓ બંધ: બાળકો અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ બંગાળના 9 જિલ્લાઓમાં તમામ શાળાઓ 23 થી 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે.
માછીમારો માટે ચેતવણીઃ IMDએ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. તેમને સોમવાર સાંજ સુધીમાં પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે અને 26 ઓક્ટોબર સુધી દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ કરી દીધી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ઓડિશામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
આ ચક્રવાતી તોફાનની અસર પશ્ચિમ બંગાળની સાથે ઓડિશામાં પણ જોવા મળશે. ઓડિશા સરકારે રાજ્યના 14 જિલ્લાઓમાં 23 થી 25 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ પણ જાહેર કર્યો છે. પુરી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને 22 ઓક્ટોબર સુધીમાં વિસ્તાર છોડવાની સલાહ આપવામાં આવી છે. પુરીમાં સ્થિત ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા ભક્તોને પણ તોફાન પહેલા શહેર છોડી દેવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો
Botad: બરવાળાના ભીમનાથમાં પાટીદાર અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યાથી ખળભળાટ