શોધખોળ કરો

ખેડૂત આંદોલનને BJP ધારાસભ્યનું સમર્થન, યોગ્ય નિરાકરણ લાવવા સરકારને કરી અપીલ

Farmer Protest: છેલ્લા કેટલાક સમયથી વીજ કંપની સામે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ મુદ્દે ભાજપના ધારાસભ્ય હવે ખેડૂતોને વ્હારે આવ્યાં છે અને તેમણે સરકારને ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા અપીલ કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધારાસભ્યએ ખેડૂતોના વીજલાઈન વળતર મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી.
  • મોરબીમાં ઊંચા જમીનભાવે ખેડૂતોને યોગ્ય વળતર આપવા ભલામણ કરાઈ.
  • ખેડૂતો વળતર-વર્તન મુદ્દે 18 જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે.
  • ધારાસભ્યએ ખેડૂતોની માંગણીઓ પર સકારાત્મક નિર્ણયની આશા વ્યક્ત કરી.

મોરબી: ખેતરની જમીનમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન અને વીજળીના થાંભલા સ્થાપનને કારણે ખેડૂતોને થનારા આર્થિક નુકસાનના મુદ્દે ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે અને તેમની માંગણીઓનું સંતોષકારક નિરાકરણ આવે તે માટે તેમણે સરકારને જરૂરી સૂચનો આપ્યા છે.

ધારાસભ્ય  દુર્લભજી દેથરિયાએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના પરિપત્ર અનુસાર ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર ચૂકવાય તે માટે ખાસ આયોજન કરવામાં આવવું જોઈએ. ખાસ કરીને મોરબી જિલ્લામાં જમીનના ભાવ રાજ્યના અન્ય વિસ્તારોની તુલનામાં ઊંચા હોવાથી ખેડૂતોને મહત્તમ વળતર મળે તેવી નીતિ ઘડવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી છે. તદપરાંત વીજ થાંભલા અને ટ્રાન્સમિશન લાઈનના સ્થાપન દરમિયાન કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવતા વર્તન અંગે પણ અનેક રજૂઆતો મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. ખેડૂતો સાથે સંવેદનશીલ અને સન્માનજનક વ્યવહાર થાય તે માટે પણ તેમણે સરકારનું ધ્યાન દોર્યું છે.

ધારાસભ્યએ ખેડૂતોની કુલ છ મુખ્ય માંગણીઓ અંગે સરકાર સ્તરે ચર્ચા ચાલી રહી હોવાનું જણાવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ મુદ્દે ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય લેવામાં આવશે. ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપીને તેમની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. ખેડૂતોના પ્રશ્નોને લઈ ટંકારાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતને ખેડૂતોમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને વળતર તેમજ અન્ય માંગણીઓના મુદ્દે સરકાર તરફથી વહેલી તકે નિર્ણય આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂત આંદોલનનો શું છે સમગ્ર મામલો

.  ઉલ્લેખનિય છે કે,.  જેતપર ગામ પાસેથી એક ખાનગી વીજ કંપનીની હાઈટેન્શન લાઈન પસાર થઈ રહી છે, જેના માટે ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે. તેમના માલિકીના ખેતરમાં આ વીજ થાંભલા નાખ્યા પરંતુ આ માટે  તેમને કેટલું, ક્યારે અને કઈ પદ્ધતિથી વળતર મળશે તે અંગે કંપની કે વહીવટી તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી, ખેતરોમાં ચાલી રહેલી કામગીરી તાત્કાલિક બંધ કરવા અને વળતર અંગે લેખિત સ્પષ્ટતા કરવાની 6 મુખ્ય માંગણીઓ સાથે ખેડૂતો ગત 18 જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

ખેડૂતોની શું છે 6 માંગણીઓ 

1. બજાર કિંમત મુજબ પૂરતું વળતર:થાંભલા અને ટાવર નાખવાથી ખેડૂતની જમીન બિનઉપયોગી બની જાય છે। આથી, જંત્રીના ભાવના આધારે બમણું કે પ્રવર્તમાન બજાર કિંમત જેટલું વળતર મળવું જોઈએ

2. થાંભલા (પોલ) અને ટાવરનું માસિક ભાડું:ખેતરમાં કાયમી ધોરણે વીજ થાંભલા અથવા ટાવર ઊભા રહેતા હોવાથી, કંપનીએ ખેડૂતને થાંભલા દીઠ નિશ્ચિત માસિક ભાડું (જેમ કે રૂ. ૩૦,૦૦૦ સુધીની માંગ) ચૂકવવું જોઈએ

૩. પાકના નુકસાનની યોગ્ય વળતર/ભરપાઈ:લાઈન નાખવા માટે ખાડા ખોદવા, ભારે મશીનરી લાવવી અને કામકાજ દરમિયાન ઊભા પાકને જે નુકસાન થાય છે, તેનું યોગ્ય આર્થિક વળતર મળવું જોઈએ

4. કામ શરૂ કરતાં પહેલાં લેખિત મંજૂરી અને સંમતિ:ખેડૂતોની જાણ બહાર કે તેમની મંજૂરી લીધા વગર ખેતરોમાં બળજબરીથી કે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી ન થવી જોઈએ। કામ શરૂ કરતા પહેલા ખેડૂતોને વિશ્વાસમાં લેવા ફરજિયાત છે.

5. સંપૂર્ણ વળતર એડવાન્સમાં (અગાઉથી) ચૂકવવું:વીજ કંપનીઓએ કામગીરી શરૂ કરતા પહેલા ખેડૂતનું સમગ્ર વળતર અગાઉથી (એડવાન્સમાં) ચૂકવી દેવું જોઈએ, જેથી ખેડૂતને પાછળથી ધક્કા ન ખાવા પડે

6. જમીન સંપાદનના નિયમોનું પાલન:ખાનગી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે થાંભલા ન નાખતા, યોગ્ય જમીન સંપાદન કાયદા (Land Acquisition) અને નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Advertisement

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget