શોધખોળ કરો

Gujarat BJP: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આ જગ્યાએ સામે આવ્યો ભાજપમાં જૂથવાદ, નવાજૂનીના એંધાણ

Gujarat BJP: મોરબીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂપત પંડ્યાનો વિડીયો સામે આવ્યો છે. મોરબી બ્રહ્મ સમાજના પ્રમુખ જે વીડિયો સામે આવ્યો છે તેમા કાંતિ અમૃતિયા પણ હાજર છે.

Gujarat BJP: મોરબીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂપત પંડ્યાનો વિડીયો સામે આવ્યો છે. મોરબી બ્રહ્મ સમાજના પ્રમુખ જે વીડિયો સામે આવ્યો છે તેમા કાંતિ અમૃતિયા પણ હાજર છે. બ્રિજેશ મેરજા ભાજપમાં આવ્યા ત્યારે પ્રથમ બ્રહ્મ સમજે સન્માન કર્યું. મંત્રીને એના જૂના મિત્રો પણ યાદ નથી. હું  મારી ૧૫ દિવસ ૩-૩ ગાડી લઈને પ્રચારમાં ગયો છું છતાં પણ સમાજનું એક પણ કામ નથી કર્યું. સમાજ તો એમને કહે અમારા કામ નથી થયા એટલે એમને દુઃખ છે.  બ્રહ્મ સમાજના લોકો કાંતિભાઈને ટિકિટ મળે તે માટે પ્રર્થના કરશે. આજે બ્રહ્મ સમાજના ધાર્મિક કાર્યક્રમમાં નારો લાગ્યો. કાંતિભાઈ અમૃતિયા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.

તો બ્રિજેશ મેરજા ભાજપમાં આવ્યા ત્યારથી બ્રહ્મ સમાજ અને પરશુરામ ધામ પ્રત્યે શ્રદ્ધા અને લાગણી ધરાવે છે. તો બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂપત પંડ્યા પણ તેના સમાજ સાથે બ્રિજેશ મેરજને ટેકો આપતા. આજે કાંતિભાઈ અમૃતિયા તુમ આગે બઢોના નારા લાગતા જૂથવાદ બહાર આવ્યો છે. કાંતિ અમૃતિયા પણ નિવેદન આપતા જોવા મળ્યા હતા. બ્રહ્મ સમાજના ધાર્મિક કાર્યક્રમમાં તેમણે સૂચક નિવેદન આપ્યું છે. મોરબીમાં લુખ્ખાગિરિ વધી હોવાથી હવે ખુલીને મેદાને આવવાનો હુકર કર્યો છે. તો બીજી તરફ બ્રહ્મ સમાજ મંત્રી મેરજાથી નારાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બ્રહ્મ સમાજે કાંતિલાલ અમૃતિયા હાથ પકડીને આગામી વિધાનસભા ચૂંટણીમાં શંખનાદ કરવાનો હુકાર કરતા રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં ભાજપનો જૂથવાદ સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે.

 ગુજરાતના બેરોજગાર યુવાનોને લઈને અરવિંદ કેજરીવાલે શું કરી મોટી જાહેરાત

Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. આ કડીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે. તેઓએ સોમનાથમાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે તેમના ભાષણની શરૂઆત બોટાદમાં થયેલા કેમિકલ કાંડથી કરી હતી. ગુજરાતમાં લાગુ દારુબંધીને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. લઠ્ઠાકાંડના મુદ્દાથી શરૂઆત કરી મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પડ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે પીડિતોની મુલાકાત લીધી હતી. હજુ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તેમને મળવા ગયા નથી. સી.આર.પાટીલ પણ તેમને મળવા નથી ગયા. દરેક વસ્તુમાં વોટ ન જોવા. નશાબંધીના નામે હજારો કરોડોના ધંધા ચાલી રહ્યા છે. જે લોકો પોતાના બાળકોને ઝેરી દારૂ પીવડાવી ઈચ્છે છે તે ભાજપમાં વોટ આપે સારું શિક્ષણ આપવા ઈચ્છતા લોકો અમને વોટ આપે. બેરોજગારીના હિસાબે ગુજરાતના 23 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી. સરકારી નોકરી માટે રિશ્વત આપવી પડે છે અને મળતી નથી.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોઈ વસ્તું ફ્રીમાં મળતી નથી છતા પણ ગુજરાત ઉપર 3.5 લાખ રૂપિયાનું દેવું છે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા પેપરલીક મામલે પણ સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓના કેરિયર સાથે થતા ચેડાંને ડામવા અમે કાયદો લાવીશું અને પેપરલીક જેવી ઘટના ન બને તે માટે સજાની પણ જોગવાઈ કરીશું.

બીજા પક્ષના હમણાં મને જોતા જોતા ગાળો દેતા હશે. કેજરીવાલ ફ્રી રેવડી આપી રહ્યો છે તેમ કહેતા હશે પરંતુ તે લોકો બધી રેવડી પોતાના મિત્રોને આપે છે અને સ્વિસમાં નાખે છે. કેજરીવાલ રેવડી જનતાને આપશે. ગુજરાતી સરકાર પર 3.5 લાખનો કરજો છે. સિંગાપુરની સરકારે પણ એમને નિમંત્રણ આપ્યું અને કહ્યું કે અહી આવો અને બધાને કહો તમે કેટલું સારું કામ કરો છો. પરંતુ મને ન જવા દીધો .હું આ મંચ પરથી ચેલેજ કરી છું કેજરીવાલે જેવા સ્કૂલ દિલ્હીમાં બનાવ્યા છે તેવી તમે 1 સ્કૂલ બનાવી દેખાડો. જે રીતે મે હોસ્પિટલ બનાવી છે તેવી બનાવી દેખાડો. જે મોડલ અમારી પાસે છે તે ભાજપ પાસે નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Embed widget