ભાજપની પ્રચંડ જીત બાદ PM મોદી અને અમિત શાહે જનતાનો આભાર માન્યો, જાણો શું કહ્યું ?
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની જોડીના વાવાઝોડાએ કૉંગ્રેસના સૂપડા સાફ કર્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની જોડીના વાવાઝોડાએ કૉંગ્રેસના સૂપડા સાફ કર્યા છે. મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે.
ચૂંટણીના પરિણામથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો છે. સીઆર પાટીલ અને સીએમ એક જ કારમાં કમલમ આવ્યા હતા. ભાજપના કમલમ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પાટીલ અને પટેલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડમાંથી 9 વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો જીત્યા છે. પરિણામ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતાં કહ્યું કે જે લોકો બહુ ગાજ્યા હતાં તેઓ વરસ્યા નહીં.
સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે. CR BRની જોડી નંબર વન સાબિત થઈ છે. સૌથી મોટી જીત ગાંધીનગર મનપાની છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 10 વર્ષમાં પ્રથમ વખત ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. આ ઐતિહાસિક જીત બદલ પ્રધાનમંત્રી મોદી, કેંદ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ તથા ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા ભાજપના કાર્યકર્તાઓને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે ચૂંટણી પરિણામો રાજ્યની જનતા અને ભાજપ વચ્ચે મજબૂત સબંધ હોવાનું સાબિત કર્યું. વારંવાર ભાજપને આર્શિવાદ આપવા બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર માન્યો.
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણ અને વિકાસ માટે આ રીતે સતત કાર્ય કરતી રહેશે.
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે ગાંધીનગર મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને અપાર બુહમત મળ્યો છે તે બદલ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી તથા ભાજપ કાર્યકર્તાઓને અભિનંદન.