શોધખોળ કરો
વિસાવદરમાં યુવતીએ સગા દિયરની કરી નાંખી હત્યા, કારણ જાણીને લાગી જશે આઘાત
ઘરના દરવાજા પાસેથી દિવ્યાંગ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી પણ મળી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વિસાવદર: વિસાવદરના ખીજડિયા ગામમાં ભાભીએ માતા-પિતા વિનાના દિવ્યાંગ દિયરની ગળેટૂંપો દઈ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. ઘરના દરવાજા પાસેથી દિવ્યાંગ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી પણ મળી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પરિવારના સભ્યોની પુછપરછ હાથ ધરીને ભાભી દયાબેન હાર્દિકભાઈ કાતરીયાની પુછપરછ કરતાં આ હત્યા લાલજી કાતરીયા તથા ફેરી કરતાં શખ્સે કરી હોવાનુ જણાવ્યું હતું.
ત્યાર બાદ પોલીસે મૃતકની ભાભી દયાબેનની સઘન પૂછપરછ કરતાં તેમનો દિયર વિવેક ઉર્ફે કાનો રમેશ કાતરીયા દિવ્યાંગ અને મંદબુદ્ધિનો હોય પોતાને આખી જિંદગી પાલવવાનો થશે અને સાસુ-સસરાં પણ ન હોવાથી દિયરની જવાબદારી તેના પર આવી હોવાથી છુટકારો મેળવવા ભાભીએ ગળા પર દોરી વડે ટુપો દઈ હત્યા કરી હતી.
મહત્વની વાત એ છે કે, મૃતકની ભાભીએ પોતાના સસરાના નામનો ઉલ્લેખ કરી ચિઠ્ઠી ખિસ્સામાં મુકી હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે પોલીસે હત્યાના ઉપયોગમાં લેવાયેલ ઓઢણી, દોરડુ અને ચિઠ્ઠી કબજે કરી કોર્ટમાં રજુ કરતાં એક દિવસના રીમાંડ મંજુર કર્યાં હતાં.
ત્યાર બાદ પોલીસે મૃતકની ભાભી દયાબેનની સઘન પૂછપરછ કરતાં તેમનો દિયર વિવેક ઉર્ફે કાનો રમેશ કાતરીયા દિવ્યાંગ અને મંદબુદ્ધિનો હોય પોતાને આખી જિંદગી પાલવવાનો થશે અને સાસુ-સસરાં પણ ન હોવાથી દિયરની જવાબદારી તેના પર આવી હોવાથી છુટકારો મેળવવા ભાભીએ ગળા પર દોરી વડે ટુપો દઈ હત્યા કરી હતી.
મહત્વની વાત એ છે કે, મૃતકની ભાભીએ પોતાના સસરાના નામનો ઉલ્લેખ કરી ચિઠ્ઠી ખિસ્સામાં મુકી હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે પોલીસે હત્યાના ઉપયોગમાં લેવાયેલ ઓઢણી, દોરડુ અને ચિઠ્ઠી કબજે કરી કોર્ટમાં રજુ કરતાં એક દિવસના રીમાંડ મંજુર કર્યાં હતાં. વધુ વાંચો