શોધખોળ કરો
રાજ્યની 3 જિલ્લા અને 41 તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર
જિલ્લા પંચાયતની 3 બેઠકો અને તાલુકા પંચાયતની 41 બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. 29 ડિસેમ્બરે મતદાન અને 31 ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે.
![રાજ્યની 3 જિલ્લા અને 41 તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર By election for vacant seats of 3 District and 41 Taluka Panchayat રાજ્યની 3 જિલ્લા અને 41 તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/02182022/ADP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની 3 બેઠકો અને તાલુકા પંચાયતની 41 બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. 29 ડિસેમ્બરે મતદાન અને 31 ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે.
જિલ્લા પંચાયતની 3 બેઠકો અને તાલુકા પંચાયતની 41 બેઠકો માટે 9 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરાશે. અમદાવાદ જિલ્લા પંચયાતની હેબતપુર અને શિયાળ બેઠક પર પેટાચૂંટણી યોજાશે અને પોરબંદર જિલ્લા પંચયાતની રાણા કંડોરણા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.
તાલુકા પંચાયતમાં હારીજ, સિદ્ધપુર, ચાણસ્મા, વિસનગર, સતલાસણા, વિરમગામ, પોશીના, મેધરજ, વિરપુર, ગાંધીનગર, પારડી મહુઆ, ખેરગામ, વાંસદા, પાદરા, ડોલવણ, સુબિર, હળવદ રાજકોટ, થાનગઢ, બાબરા, નખત્રાણા વંથલી, ઝાલોદ ,ગરબાડા, તારાપુર, ઉમરેઠ, સુત્રાપાડા, ઉના, મહેદાવાદ અને ખેડા તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)