શોધખોળ કરો

Narmada: ચૈતર વસાવાના પત્નીની મુશ્કેલી વધી, નર્મદા કોર્ટે જામીન અરજી ફગાવી

નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે ચૈતર વસાવાની પત્નીની જામીન અરજી નર્મદા કોર્ટે ફગાવી દીધી છે.

નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે ચૈતર વસાવાની પત્નીની જામીન અરજી નર્મદા કોર્ટે ફગાવી દીધી છે. ખેડૂત રમેશ ગિમ્બા, ચૈતર વસાવાના પીએ જીતેંદ્રની જામીન અરજી રદ્દ કરવામાં આવી છે. તો બીજી તરફ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી પર 20 નવેમ્બરે સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે, ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીને ધમકાવવાનો આરોપ છે.

શું હતો મામલો ?

ડેડીયાપાડાનાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધપવામાં આવી છે.

આ પહેલા આપ નેતા ચૈતર વસાવાના પત્નીની તબિયત લથડી હતી. જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેતા શકુંતલા વસાવાની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મળવા માટે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જ્યાં તેમને મળવા જતા અટકાવાયા હતા.  

શું કહ્યું ઈસુદાન ગઢવીએ

ઈસુદાન ગઢવીએ કહ્યું, હું રાજકારણમાં રહી ડબલ રોલમાં આવી શકું છું. ટાઇગર અભી ડરા નહીં. ભાજપે ખોટી રીતે ચૈતર વસાવા પર કેસ કર્યો છે. ચૈતર વસાવા નિર્દોષ છે અને ટુંક સમયમાં હાજર પણ થશે. આદિવાસી સમાજ પર હુમલો છે.

આ મામલે ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખોટી રીતે હેરાન કરવાનું કાવત્રુ ભાજપે કર્યું છે ! જેની સામે મજબૂતાઈથી લડવામાં આવશે ! ચૈતર ભાઈને ખોટી રીતે હેરાન કરવા અને એમના પરિવારને પણ પરેશાન કરવાનું ભાજપને ભારે પડશે !’

ગોપાલ ઇટાલીયાએ પણ ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો હતો, તેણે ટ્વીટમાં લખ્યું કે, ‘આમ આદમી પાર્ટીના દમદાર લડાયક ધારાસભ્ય અને આદિવાસી સમાજના મજબૂત આગેવાન ભાઈ શ્રી ચૈતર વસાવા ઉપર ભ્રષ્ટ ભાજપ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી. ચૈતર વસાવાના ધર્મપત્નીને પણ પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર મળ્યા છે.’

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ

'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો

મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા

'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી

પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ

UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત

Embed widget