(Source: Poll of Polls)
CNG પંપના સંચાલકોની આ તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી
CNG પંપના સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી કે તેઓ ત્રીજી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે
ગાંધીનગરઃ CNG પંપના સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી કે તેઓ ત્રીજી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. CNG ડિલર્સ એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને બંધના એલાનને સમર્થન આપ્યું હતું. એસોસિએશનની માંગ છે કે, ઓઈલ કંપનીઓ પાસે જમા કમિશન રિલિઝ કરવામાં આવે.
સંચાલકો મુજબ, છેલ્લા 55 મહિનાથી CNGના વેચાણનું માર્જિન વધારાયું નથી. સરકારને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. જો 10 ટકા માર્જિન વધારવાની જાહેરાત નહીં કરાય તો ત્રીજી માર્ચથી CNGનું વેચાણ ઠપ કરાશે. જોકે, અદાણીની માલિકી સિવાયના તમામ પંપ ત્રીજી માર્ચથી બંધ રહેશે.
Gujarat: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 26 સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયાનો વિધાનસભામાં સરકારે સ્વીકાર કર્યો
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે છેલ્લા બે વર્ષમાં કુલ 26 સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયા છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. વર્ષ 2021માં કુલ 124 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહ અકુદરતી રીતે મોતને ભેટ્યા હતા. વર્ષ 2022માં કુલ 116 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહો અકુદરતી રીતે મોતને ભેટ્યા હતા.
વર્ષ 2021માં કુલ 32 સિંહો મૃત્યુ પામ્યા હતા તેમાંથી 5 સિંહ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. 2021માં કુલ 31 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહણના અકુદરતી મૃત્યુ થયા હોવાનું સરકારે જણાવ્યું છે. 2021માં કુલ 61 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 2 સિંહબાળ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા.
વર્ષ 2022માં કુલ 21 સિંહના મૃત્યુ થયા તે પૈકી 3 સિંહ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. કુલ 28 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 4 સિંહણના અકુદરતી રીતે મોત થયું છે. 2022માં કુલ 62 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહબાળ અકુદરતી રીતે મોતને ભેટ્યા હતા.
વર્ષ 2021માં 179 દીપડાના મૃત્યુ થયા તે પૈકી 56 દીપડા અકુદરતી રીતે મૃત્યુ થયા હતા. વર્ષ 2022માં કુલ 191 દીપડાના મૃત્યુ થયા તે પૈકી 58 દીપડાના મૃત્યુ અકુદરતી રીતે થયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પૂછેલા પ્રશ્નમાં પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો.
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં પાસ થયું છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. સુધારા પ્રમાણે ધોરણ-1 અને 2માં વિધેયક લાગુ રહેશે. જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે.
ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું હતું. હવેથી તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું હતું. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે