શોધખોળ કરો

રાજ્યમાં શિયાળાની શરૂઆત, ઠંડીનું જોર વધશે,  તાપમાન 14થી 16 ડિગ્રીની વચ્ચે રહેશે 

રાજ્યમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવે ઠંડીનું જોર વધશે. મોટાભાગના શહેરોમાં તાપમના 14થી 16 ડિગ્રી વચ્ચે રહેશે. મોડી રાત્રે 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે.

અમદાવાદ: રાજ્યમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવે ઠંડીનું જોર વધશે. મોટાભાગના શહેરોમાં તાપમના 14થી 16 ડિગ્રી વચ્ચે રહેશે. મોડી રાત્રે 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ આ માહિતી આપી છે. રાજ્યમાં આગામી પાંચ સુધી સુધી તાપમાનમાં કોઈ ભારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.  અમદાવાદ શહેરમાં હાલ 16 ડિગ્રી આસપાસ તાપમાન છે. જે આગામી દિવસોમાં 16.5થી 17 રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે.  ગિરનાર પર્વત પર 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે. મોડી રાતે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.

Gujarat Election 2022: સુરતથી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રચંડ પ્રચારની શરુઆત કરી, કહ્યું- 'આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે'

Gujarat Election 2022: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર માટે આજે ગુજરાતમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સુરતના મહુવામાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ મહુવામાં જનસભા સંબોધતા કહ્યું, ભારત જોડો યાત્રાને જનતા ખૂબ જ આર્શીવાદ આપી રહી છે. ખેડૂત, દલિત, આદિવાસી સહિત તમામ વર્ગના લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું આ પ્રેમ અને લાગણીની યાત્રા છે. હિંદુસ્તાનને જોડવાનું કામ ગાંધીજીએ કર્યું હતું.  સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું છે.

રાહુલ ગાંધીએ કહ્યું, દરેક જાતિ અને ધર્મના લોકો ઉત્સાહ અને ઉમંગથી ભારત જોડો યાત્રામાં જોડાય છે અને અમે સૌ આ દેશમાંથી નફરતને ખતમ કરવા આ યાત્રા કરી રહ્યા છીએ. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે.  જંગલ જમીન અને પર્યાવરણ વિષે આદિવાસીઓ જેટલું કોઈ જાણતું નથી.  આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે.

રાહુલ ગાંધીએ કહ્યું આદિવાસી સમાજ સાથે મારા પરિવારને સંબંધ ખૂબ જ જૂનો છે.  હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દીરાએ એક ચોપડી આપી હતી. જે મને સૌથી વધુ પ્રિય હતી. જેમાં ફોટો હતો. મને આદિવાસી વિષે વધુ ખબર નહોતી. એક આદિવાસી બાળક પુસ્તકમાં બધા ફોટો જંગલ વિષે અને એ બાળકના જીવવા વિષે હતી. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો.દાદી મને સમજાવતી હતી. એક દિવસ મેં પૂછ્યું દાદી, આ પુસ્તક બહુ ગમે છે. તેણીએ કહ્યું આ પુસ્તક આપણા આદિવાસી વિષે છે. આ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગઈકાલે યાત્રામાં રામ નામનો યુવાન મળ્યો, જે યુવાન મને મળીને રડી પડ્યો હતો.તેણે કહ્યું, કોરોનામાં મારુ આખું કુટુંબ ચાલ્યું ગયું. આ દુનિયામાં મારુ કોઈ નથી. હોસ્પિટલમાં ડોક્ટરો સામે હાથ જોડ્યા. પરંતુ તેઓએ મારા પરિવારને બચાવ્યું નથી. હું બેરોજગાર છું. મને કોઈ રસ્તો નથી દેખાતો. આજે મને કોઈ રસ્તો નથી દેખાતો. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવે છે. અમને પૂછ્યા વગર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે.અમારી જમીનનાં પૈસા આપ્યા વિના અમારી મા એવી જમીનને મફતમાં આપી દેવામાં આવે છે.

ટોપ સ્ટોરી

કરોડો મતદારો સુધી પહોંચી નોંધણી, સુધારા કરવામાં BLOની મહત્વની ભૂમિકા: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
કરોડો મતદારો સુધી પહોંચી નોંધણી, સુધારા કરવામાં BLOની મહત્વની ભૂમિકા: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
ગીરમાં સિંહોના મોતનો આંકડો આવ્યો સામે , એક વર્ષમાં 62 સિંહનાં આ રોગના કારણે મોત
ગીરમાં સિંહોના મોતનો આંકડો આવ્યો સામે , એક વર્ષમાં 62 સિંહનાં આ રોગના કારણે મોત
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : કાકા કેમ ઉકળ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેટરની મોંઘવારી, પ્રજા પર ભારી !
Gujarat Rain Forecast : રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગે કરી મોટી આગાહી
PM Modi addresses BRICS Summit 2026: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
13 સપ્ટેમ્બરે બુધ બદલશે નક્ષત્ર, 3 રાશિઓના શરુ થઈ શકે છે અચ્છે દિન 
13 સપ્ટેમ્બરે બુધ બદલશે નક્ષત્ર, 3 રાશિઓના શરુ થઈ શકે છે અચ્છે દિન 
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Post Office ની આ સ્કીમમાં એક વખત કરો રોકાણ, દર મહિને ₹2,467 ફિક્સ ઈનકમ, સમજો ગણિત
Post Office ની આ સ્કીમમાં એક વખત કરો રોકાણ, દર મહિને ₹2,467 ફિક્સ ઈનકમ, સમજો ગણિત
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
Embed widget