શોધખોળ કરો

Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel weather prediction: અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી, ગાત્રો થીજવતી ઠંડી પડશે. 22 ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.

Ambalal Patel forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. તેમના મતે, ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં કાતીલ ઠંડી પડશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ:

  • ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં લઘુતમ તાપમાન 9 થી 10 ડિગ્રી રહેશે.
  • પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી રહેશે.
  • જૂનાગઢ અને રાજકોટમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી રહેશે.
  • સુરત અને વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી રહેશે.
  • મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી રહેશે.
  • 22 ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.
  • ડિસેમ્બરના અંતના ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં છાટા પડી શકે છે.
  • જાન્યુઆરીમાં માવઠું પડવાની શક્યતા છે.
  • જાન્યુઆરીમાં ઉત્તરાયણ સુધીમાં હવામાનમાં અનેક ફેરફાર જોવા મળશે.

આજનું હવામાન

દિલ્હી NCR અને દેશના અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં શીત લહેર યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે "આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં અલગ-અલગ સ્થળોએ ઠંડા મોજાની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે." તે જ સમયે, દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી છે. હવામાન વિભાગે ગુરુવારે (12 ડિસેમ્બર) ચાર રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે.

12 ડિસેમ્બરે દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારે વરસાદને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજસ્થાનમાં શીત લહેર ચાલુ છે અને બુધવારે તેની અસર દિલ્હીમાં જોવા મળી હતી, જ્યારે કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ઠંડા પવનોને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં શીત લહેરોની સ્થિતિ સર્જાઈ છે અને દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બરની શરૂઆતમાં લઘુત્તમ તાપમાન 14 વર્ષમાં પ્રથમ વખત પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 6 ડિસેમ્બર, 1987ના રોજ 4.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ પણ વાંચો....

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Mysterious Death Case: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલાયોHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરાHun To Bolish : હું તો બોલીશ : ગેંગવોરે કર્યું કાયદાનું વસ્ત્રાહરણ?Vadodara Accident: વડોદરાના પોર ગામ પાસે કાર પલટી મારતા 4 લોકોના સ્થળ પર મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
Auto: મેટ્રો કરતા પણ સસ્તું પડશે આ EVમાં અપડાઉન કરવું,ઓફિસ જવા માટે બેસ્ટ ઓપ્શન છે આ કાર
Auto: મેટ્રો કરતા પણ સસ્તું પડશે આ EVમાં અપડાઉન કરવું,ઓફિસ જવા માટે બેસ્ટ ઓપ્શન છે આ કાર
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
Embed widget