શોધખોળ કરો
Advertisement
હાલોલઃ 20 વર્ષની કોલેજીયન યુવતીને ગામના યુવક સાથે બંધાયા શારીરીક સંબંધ, બંને રોજ માણતાં શરીર સુખ ને અચાનક..............
યુવતીના આપઘાત પછી પરિવારને દીકરીએ લખેલી સુસાઈડ નોટ મળતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી.
હાલોલઃ હાલોલના કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતીને પોતાના જ ગામના યુવક સાથે શારીરિક સંબંધ બંધાયો હતો. બંને રોજ મળીનો શરીર સુખ માણતાં હતાં પણ પ્રેમીએ તેનો ઉપભોગ કરીને લગ્નની ના પાડી દેતાં યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવકે પ્રેમના નામે શારીરિક સંબંધો બાંધી તરછોડી દેતાં કોલેજીયન યુવતીએ કેનાલમાં કૂદી આપઘાત કર્યો હતો.
યુવતીના આપઘાત પછી પરિવારને દીકરીએ લખેલી સુસાઈડ નોટ મળતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી.
હાલોલના કોપરેજ ગામે રહેતી 20 વર્ષીય યુવતી હાલોલની એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતી પુના સ્થિત ગુરુકુળ સોફ્ટવેરમાં સોફ્ટવેરનો અભ્યાસ પણ કરતી હતી. યુવતી 25 જાન્યયુઆરીએ કોલેજ નિકળી પણ ઘરે વપહોંચી નહોતી. બપોર બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. શોધખોળ બાદ તેનો પત્તો મળ્યો ન હતો.
યુવતીનો પરિવાર તેને શોધતો હતો ત્યારે પરિવારને જાણ થઈ કે કાલોલ શક્તિપુરા નર્મદા કેનાલ પાસે ગેટ નજીક એક યુવતીની લાશ પાણીમાં તરી રહી છે. પરિવારે કેનાલ પર પહોંચીને કપડાં ઉપરથી તેના પિતાએ તેની લાશ ઓળખી હતી. કાલોલ પોલીસને જાણ કરતા પોલીસે લાશને પેનલ પીએમ માટે રેફરલ હોસ્પિટલ મૂકાવી હતી. જેમાં પાણી પી જવાથી શ્વાસ રૂંધાતાં મોત થયાનું કારણ આવ્યું હતું.
યુવતીએ આપઘાત કર્યો હોવાનુ માનીને પરીવારે અંતિમ વિધી કરી હતી પણ અંતિમ વિધિ બાદ ભત્રીજાના મોબાઇલ પર કાજલે સોશિયલ મીડિયા પર અગ્રેજીમાં લખેલી 6 પાનાંની સુસાઇડ નોટ મળતાં આત્મહત્યા પાછળ શારીરિક સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. ગામના જ પ્રેમી રાહુલે શરીર સુખ માણ્યા બાદ લગ્નની ના પાડતા યુવતીએ આત્મહત્યા કરી દીધી હતી. પોલીસે પ્રેમી યુવક રાહુલની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement