Porbandar: બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકશાનીનો તાગ મેળવવા દરિયા કાંઠે પહોંચ્યા કોંગ્રેસ નેતા,સામે આવી ચોંકાવનારી હકિકત
પોરબંદર: ગુજરાતમા આવેલ બિપરજોય વાવાઝોડાના કારણે દરિકાંઠાના ગામોમા ભારે નુકશાની થઇ છે. ત્યારે ગુજરાત કોગ્રેસની ટીમ દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઇ અને નુકશાની તાગ મેળવી રહી છે.
પોરબંદર: ગુજરાતમા આવેલ બિપરજોય વાવાઝોડાના કારણે દરિકાંઠાના ગામોમા ભારે નુકશાની થઇ છે. ત્યારે ગુજરાત કોગ્રેસની ટીમ દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઇ અને નુકશાની તાગ મેળવી રહી છે. ગુજરાત કોગ્રેસના આગેવાનોની ટીમ પોરબંદર ખાતે આવી હતી અને બંદર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી.
પોરબંદર ખાતે આજે ગુજરાત કોગ્રેસના પૂર્વ પ્રમુખ પરેશ ધાનાણી,ગુજરાત કોગ્રેસ કિશાન મોરચના પ્રમુખ પાલ આંબલીયા,પોરબંદર જીલ્લાના કોગ્રેસના પ્રભારી ભીખુ વારોતરીયા તેમજ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહિતના આગેવાનોએ બીપરજોય વાવાઝોડાની અસરને કારણે દરિયાકાંઠા વિસ્તારમા થયેલા નુકશાન અંગે અહેવાલ મેળવા માટે પોરબંદરના બંદર વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનીક માછીમારો સાથે વાતચીત કરી હતી.
આ તકે પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતુ જેમાં કિશાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલીયા અને પરેશ ધાનાણીએ એવું જણાવ્યુ હતુ કે વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારે સરકાર દ્રારા વૃક્ષોના નિયત થયેલા ભાવ મુજબ વળતર આપવામા આવતું નથી. તેમજ પીજીવીસીએલ દ્રારા પ્રિમોન્સુનની કામગીરી કરવામા આવી ન હતી. જેને કારણે વૃક્ષો અને વિજપોલ ધરશાયી થયા છે. વીજપોલી ઉભા કરવા માટે પુરતી ટીમો નથી આથી ખેડુતો મદદરુપ બની રહયા છે. કોન્ટ્રાટના બીલ ઉધારવામા આવી રહયા છે.
વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમા જે નુકશાની થઇ છે તે વિસ્તારની કોગ્રેસની ટીમ દ્રારા મુલાકાત લઇ અને અહેવાલ તૈયાર કરવામા આવશે અને કોગ્રેસનુ ડેલીગેશન નુકશાની અંગે અસરગ્રસ્તોને પુરતુ વળતર આપવા સરકારમા રજુઆત કરશે.પોરબંદરમા કોગ્રેસના આગેવાનોએ બંદર વિસ્તારની મુલાકાત લઇ અને માછીમારો સાથે નુકશાની અંગેની ચર્ચા કરી હતી. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારની મુલકાત લીધી હતી.
રાજયમાં ચોમાસાની વિધિવત શરૂઆત
લાંબી પ્રતિક્ષા બાદ આખરે હવે ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાં રાજયભરમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની દસ્તકને લઈને મહત્વની માહિતી હવામાન વિભાગે આપી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે. આગામી બે દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસાને એન્ટ્રી થઇ જશે.અંદાજે 10 દિવસ ગુજરાતમાં ચોમાસની મોડી એન્ટ્રી થઇ છે. રાજ્યમાં ચોમાસાનો વરસાદ શરૂ થતાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આગામી પાંચ દિવસ અમદાવાદ, સુરત, વડોદરામાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યકત કર્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો. અહીં ભાવગનર સહિત ઘોઘા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ. ખોખરા, સિદસર, વાળુકડ સહિતના ગામમાં વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજાની એન્ટ્રી થઇ હતી.તાલાલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આકોલાવાડી, ધાવા, સુરવા, માધપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ચોમાસાની શરૂઆતના આ વરસાદથી મગફળી,સોયાબિન સહીતના પાકને ફાયદો થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.