શોધખોળ કરો

ગુજરાતમાં ચૂંટણી પંચનો વિવાદાસ્પદ આદેશ, ઉમેદવારના ઘરમાં સાદુ નહીં પણ આ પ્રકારનું ટોઈલેટ હોવું ફરજિયાત નહિંતર....

ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીની સહીથી સોમવારે જારી થયેલા આદેશમાં ‘ફ્લશ જાજરૂ’નો ઉલ્લેખ કરાયો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. આ ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારના સામાન્ય રહેઠાણ પર એટલે કે ઘરે ફ્લશ જાજરૂ (વોટર ક્લોઝેટ ટોઈલેટ) ન હોય તેવી વ્યક્તિ સભ્ય થવા ગેરલાયક ઠરશે એવો ઉલ્લેખ કરીને વિવાદ પેદા કર્યો છે. પંચે ઉમેદવાર ફોર્મ ચકાસણી વખતે આ અંગેની તપાસ કરીને નિર્ણય લેવા આદેશ કરતો પત્ર ગુજરાતના તમામ ચૂંટણી અધિકારીઓને કર્યો છે. ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીની સહીથી સોમવારે જારી થયેલા આદેશમાં ‘ફ્લશ જાજરૂ’નો ઉલ્લેખ કરાયો છે. આ શબ્દની પસંદગી અંગે વિવાદ સર્જાયો છે. ચૂંટણી અધિકારીઓનું કહેવુ છે કે, ફ્લશ જાજરૂ એટલે જેમાં પાણી રેડવા માટે ટેન્ક હોય અને દબાવવાથી ફ્લશ થાય. દરેક ઉમેદવારના ઘરમાં આવુ ટોઈલેટ હોઈ ન શકે તેથી ઉમેદવારી પત્ર ચકાસણી વખતે વિરોધી ઉમેદવાર આ અંદે રજૂઆત કરે તો ચૂંટણીમાં તેનું ફોર્મ રદ કરવુ પડે તેવી નોબત આવશે.રાજ્ય સરકારના અધિકારીઓનું માનવું છે કે ‘ફ્લશ જાજારૂ’ને બદલે શૌચાલય શબ્દનો ઉપયોગ થવો જોઈએ. સચિવ મહેશ જોશીએ બચાવ કર્યો છે કે, ઉમેદવારી ફોર્મમાં વોટર ક્લોઝેટ ટોઈલેટનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે કહ્યું કે, સામાન્ય રહેઠાણના સ્થળે ફ્લશ જાજરૂ (વોટર ક્લોઝેટ) ન હોય તેવી વ્યક્તિ સભ્ય (જનપ્રતિનિધી તરીકે ) માટે ગેરલાયક થશે એ શરત ઉમેદવારી ફોર્મનો ભાગ નથી. આ અંગે કોઈ રજૂઆત આવે અથવા ચૂંટણી અધિકારીને જરૂર જણાય ત્યાં તે માટે તપાસ કરી શકશે, જરૂર જણાય ત્યાં પ્રમાણપત્ર કે સોંગદનામું માંગી શકશે, અને સમયમર્યાદામાં નિયમાનુસાર નિર્ણય કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget