શોધખોળ કરો

દિલ્હીના તબલીધી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાતના આટલા લોકોએ લીધો હતો ભાગ? SIT દ્વારા શરૂ કરાઈ શોધખોળ

તબલીઘી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તબલીધી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાતી લોકો ગયા હોવાની જાણ થતાં ગુજરાત સરકાર દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિલ્હીમાં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશના આશરે 1700 લોકો ભેગા થયા હતાં. જેમાંથી 1033 લોકો વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના 24થી વધુ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9નાં મોત નિપજ્યાં છે. તબલીઘી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તબલીધી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાતી લોકો ગયા હોવાની જાણ થતાં ગુજરાત સરકાર દોડધામ મચી ગઈ હતી. તેમની શોધખોળ માટે ભાવનગર જિલ્લા રેન્જ આઇજીએ અશોક યાદવે એસઆઈટીની રચના કરી છે. રેન્જ IG અશોક યાદવે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો મળી 17 લોકોએ ભાગ લીધો હતો. આ 17 લોકોમાંથી એકનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર મુજબ, તબલીઘી જમાતના 76 લોકો આ કાર્યક્રમમાં ગયા હતા. સુરત મહાનગરપાલિકાએ 72 લોકોને શોધી કાઢ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોની શોધખોળ ચાલુ છે. હાલ મળેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આ મામલે ભાવનગર જિલ્લા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ ઉપરાંત ભાવનગર રેન્જના આઈજીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી તેમને ક્વોરન્ટીન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તબલીઘીના કાર્યક્રમમાં ગયેલા 76 લોકો અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 76 સુરતીઓ દિલ્હી ગયા હતાં આ લોકોમાં પણ કોરોનાનો ચેપ હોય શકે છે માટે આ તમામ લોકોને હાલ શોધવાની કામગીરી ચાલી રહી છે. લોકોને વિનંતી કરતાં કમિશનરે કહ્યું હતું કે, આ લોકો આપની આસપાસ હોય તો આપ માહિતી આપી શકો છો જેથી કોરોનાનો ચેપ ન ફેલાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget