શોધખોળ કરો
Advertisement
Corona Update: અરવલ્લી કોવિડ-19 હોસ્પિટલમાંથી ફરાર 2 પોઝિટિવ દર્દી કેવી રીતે ઝડપાયા? જાણો
બે દિવસમાં અરવલ્લીમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેમ બે દિવસમાં એક સાથે 15 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં ફફડાટ જોવા મળ્યો છે. ત્યારે એક ચોંકાવનારી ઘટના બની છે.
મોડાસા : બે દિવસમાં અરવલ્લીમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેમ બે દિવસમાં એક સાથે 15 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં ફફડાટ જોવા મળ્યો છે. ત્યારે એક ચોંકાવનારી ઘટના બની છે. સોમવારે મોડાસાની કોવીડ-19 હોસ્પિટલમાંથી કોરોનાના શંકાસ્પદ સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયેલા ચાર દર્દી ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય બે પોઝિટિવ દર્દીઓ પણ તંત્રને હાથતાળી આપી નાસી છુટ્યા હતા. એક પોઝિટિવ દર્દી બજારમાં ફરતો હતો ત્યારે બીજો દર્દી સંબંધીને ત્યાંથી મળી આવ્યો હતો તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા જોવા મળી હતી. આ બન્ને પોઝિટિવ દર્દીને ઝડપી પાડવામાં આવ્યાં હતાં.
દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી છુટતાં તંત્રમાં ભારે દોડદામ મચી ગઈ હતી. પોલીસવડા સહિત LCB, SOG ટીમે હોસ્પિટલને બાનમાં લઈ ભાગી છુટનારની તપાસ હાથ ધરી હતી. કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો નથી. જિલ્લામાં કોરોના પોઝિટિવના 16 દર્દીઓ ચોપડે નોંધાયા છે. જેમાંથી એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે હજુ 15 દર્દીઓ જિલ્લામાં છે.
ત્યારે સોમવારે મોડાસાની કોવીડ-19 હોસ્પિટલમાંથી એકસાથે 6 દર્દીઓ ફરાર થઈ ગયા હતા. જેમાંથી કોરોનાના શંકાસ્પદ સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયેલ ચાર દર્દી ફરાર થયા હતા પરંતુ ચિંતાનો બીજો વિષય તો એ છે કે બીજા બે દર્દી જે કોરોના પોઝિટિવ હતા તે ફરાર થઈ ગયા હતા. જોકે બન્નને દર્દીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
આ ઘટના બાદ કોવીડ હોસ્પિટલ આગળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસવડા સહિત LCB, SOG ટીમે હોસ્પિટલને બાનમાં લઈ ભાગી છુટનારની તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement