શોધખોળ કરો
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1020 નવા કેસ, વધુ 28નાં મોત સાથે મૃત્યુઆંક 2229 પર પહોંચ્યો
ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 51,485 પર પહોંચ્યો છે, જેમાંથી અત્યાર સુધી કુલ 37240 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસતી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1020 નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 51,485 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 28 લોકોનાં મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 2229 થયો છે. આજે 837 દર્દીઓ સાજા થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 201, અમદાવાદ કોર્પોરેશનમાં- 181, વડોદરા કોર્પોરેશનમાં-62,સુરત -55, રાજકોટ કોર્પોરેશન- 43, ભરૂચ- 27, દાહોદ- 27, મહેસાણા- 24, ભાવનગર કોર્પોરેશન - 22, ગીર સોમનાથ- 21, કચ્છ- 21, ગાંધીનગર- 20, જુનાગઢ કોર્પોરેશન 20, સુરેન્દ્રનગર 20, બનાસકાંઠા 19, પાટણ- 19, મહીસાગર- 18, વડોદરા-18, અમરેલી - 16, ભાવનગર- 16, નવસારી-16, અમદાવાદ- 15, ખેડા- 14, નર્મદા-14, જામનગર કોર્પોરેશન-12, રાજકોટ-12, ગાંધીનગર કોર્પોરેશન - 11, જુનાગઢ-9, બોટાદ-9, મોરબી- 8, સાબરકાંઠા- 8, વલસાડ-8, આણંદ- 7, છોટા ઉદેપુર-7, પંચમહાલ- 7, પંચમહાલ- 7, તાપી- 5, અરવલ્લી- 4, જામનગર-3 કેસ છે.
આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 28 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 12, સુરત- 7, અમદાવાદ કોર્પોરેશન -3, બોટાદ-1, વડોદરા કોર્પોરેશન 1, બોટાદ,દાહોદ જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન અને મહેસાણામાં એક-એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2229 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં હાલ 12016 એક્ટિવ કેસ છે, જેમાંથી 78 વેલ્ટીલેટર પર છે અને 11938 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 37240 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,76, 706 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement