શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 485 નવા કેસ, 30નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 18117
રાજ્યમાં અત્યાર સુધીમાં 12212 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધી 1122ના કોરોનાના કારણે મોત થયું છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 485 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 30 દર્દીના મૃત્યુ થયા છે. આજે 318 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 18117 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1122એ પહોંચ્યો છે.
રાજ્યમાં આજે નોંધાયેલ નવા કેસમાં અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 10, આણંદમાં 1, રાજકોટમાં 1, અરવલ્લીમાં 2, મહેસાણામાં 4, પંચમહાલમાં 3, ખેડા અને પાટણમાં 5-5, ભરૂચમાં 3, સાબરકાંઠા, દાહોદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં 1-1 અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 30 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-22, સુરત-2, વડોદરા- 3 અને ભાવનગર, કચ્છ અને નવસારીમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1122 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12212 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4783 એક્ટિવ કેસ છે જેમાં 64 વેલ્ટીલેટર પર છે અને 4719 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 27 હજાર 898 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,32, 833 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,25,304 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7529 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion