શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 563 નવા કેસ, 21નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 27880
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 563 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 21 દર્દીઓનાં મોત થયા છે અને 560 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 563 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 21 દર્દીઓનાં મોત થયા છે અને 560 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 27880 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1685 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 19917 દર્દી સાજા થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગર 10, ગાંધીનગર 7, જૂનાગઢ 7, નર્મદા 7, આણંદ 6, ભરૂચ 5, મહેસાણા 5, ભાવનગર 3, પાટણ 3, ખેડા 3, મહિસાગર 2, સાબરકાંઠા 2,બોટાદ 2, ગીર સોમનાથ 2, વલસાડ 2, અમરેલી 2, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર અને નવસારી એક -એક કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં- 16, અને સુરતમાં 5 દર્દીના મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1685 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 19917 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6278 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 વેલ્ટીલેટર પર છે અને 6211 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,29, 343 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion