શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 580 નવા કેસ, 25નાં મોત, સંક્રમિતોની સંખ્યા 27 હજારને પાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 655 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 27 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 27317 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1664 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 19357 દર્દી સાજા થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 273, સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગર 15, ભરૂચ 10, અરવલ્લી 9, ભાવનગર 8, જામનગર 8, વલસાડ 5, રાજકોટ 4, આણંદ 4, પંચમહાલ 4, પાટણ 4, અમરેલી 4, બનાસકાંઠા 3, સાબરકાંઠા 3, મહેસાણા 2, જૂનાગઢ 2, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દ્વારકા એક -એક કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 25 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં- 20, સુરતમાં 3 અને અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1664 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 19357 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6296 એક્ટિવ કેસ છે, જેમાંથી 59 વેલ્ટીલેટર પર છે અને 6237 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,24, 874 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion