શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં 2 લાખ 41 હજારથી વધારે દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, સાજા થવાનો દર 95.34 ટકા
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાજા થનારા ર્દદીઓની સંખ્યા પણ વધી છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાજા થનારા ર્દદીઓની સંખ્યા પણ વધી છે. રાજ્યમાં આજે 855 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 2,41,372 લોકો કોરોને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને મત્યુ દરમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 95.34 ટકા છે. હાલમાં 7439 એક્ટિવ કેસ છે અને 7381 લોકો સ્ટેબલ છે.
છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 602 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4350 પર પહોંચ્યો છે. રાજ્યના જુદાજુદા જિલ્લામાં આજની તારીખે 4,73,832 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ખેતીવાડી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion