શોધખોળ કરો
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 902 કેસ, વધુ 10નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 42808
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 902 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 42808 થઈ ગઈ છે.
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 902 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 42808 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 10 લોકોનાં મોત થયા છે અને 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 29806 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 207, અમદાવાદ કોર્પોરેશનમાં-152, સુરત -80, વડોદરા કોર્પોરેશનમાં-61, જૂનાગઢ 34, અમરેલી 29, સુરેન્દ્રનગર 26, ભાવનગર કોર્પોરેશન -24, રાજકોટ કોર્પોરેશન 22, ખેડા 19, નવસારી 19, ભાવનગર 16, દાહોદ 16, ગાંધીનગર 16, ભરૂચ 15, વડોદરા 13, અમદાવાદ 12, બનાસકાંઠા 12, જૂનાગઢ કોર્પોરેશન 12, મહેસાણા 12,રાજકોટ 12, જામનગર કોર્પોરેશન 10, પાટણ 10, આણંદ 9, ગાંધીનગર કોર્પોરેશન 9, મોરબી 9, વલસાડ 8, કચ્છ 7, સાબરકાંઠા 7, મહીસાગર 5, પોરબંદર 4, અરવલ્લી 3, છોટા ઉદેપુર 3, જામનગર 3, પંચમહાલ 3, બોટાદ 2અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં સુરત કોર્પોરેશન - 5 , અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર કોર્પોરેશન 1 અને મોરબીમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29806 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 10945 એક્ટિવ કેસ છે, જેમાંથી 74 વેલ્ટીલેટર પર છે અને 10871 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,70, 265 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement