શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાવાયરસના નવા 4 કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓની સંખ્યા 39 થઈ

ગુજરાતનાં કોરોનાવાયરસના વધુ ચાર નવા કેસ નોંધાતા આંકડો 39 પર પહોંચ્યે છે. જિલ્લાવાર આંકડા પ્રમાણે જોઈએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 14 કેસ નોંધાયા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધી રહી છે. રાજયમાં કોરોના વાઈરસના વધુ ચાર નવા કેસ નોંધાતા પોઝિટવ કેસનો આંક 35થી વધીને 39 પર પહોંચી ગયો છે. બુધવારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતા. વડોદરા અને સુરતમાં લોકલ ટ્રાન્સમીશનથી ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ-19ના કુલ 39 પોઝિટીવ નોંધાયા છે. રાજકોટમાં આજે નોંધાયેલો એક કેસ ટ્રાન્સમિસન માં પુરુષ ને મળ્યો છે. આજના 21 લોકોના ટેસ્ટના રિપોર્ટ હજુ આવવાના બાકી છે, જ્યારે 430 લોકોને આજે ફરજીયાત કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે. તે સિવાય 20,688 કોરોન્ટાઇલ હેઠળ છે. રાજ્યમાં 1 કરોડ 7 લાખ 62 હજાર લોકોના સર્વે પૂર્ણ કરાયા છે. 50 જેટલા લોકો શંકાસ્પદ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. 5 મેડિકલ કોલેજમાં કોવિડ19 ટેસ્ટ કરવાની શરૂઆત થઈ ગઈ છે. આ પૈકી 9 દર્દીઓને અલગ અલગ હોસ્પિટલોમાં વેન્ટિલેટર પર રાખવા પડયા હોવાનું આરોગ્ય કમિશનર જ્યંતિ રવિએ જણાવ્યું હતું. ગુજરાતમાં કોરોનાવાયરસના કારણે સુરતના એક વૃધ્ધનું મોત નિપજ્યું હતું. ગુજરાતમાં નવા ઉમેરાયેલા પાંચ કેસોમાં બે કેસ રાજકોટના છે જ્યારે બે કેસ ગાંધીનગરના અને એક કેસ સુરતનો અને એક કેસ વડોદરાનો છે. દુબઈથી પ્રવાસ કરીને આવેલ અમદાવાદની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગુજરાતનાં કોરોનાવાયરસના ચેપના જિલ્લાવાર આંકડા પ્રમાણે જોઈએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 14 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 7, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 3, કચ્છમાં 1 કેસ નોંધાયા છે. દેશની વાત કરીએ તો કોરોના વાયરસ પોઝિટિવ લોકોની સંખ્યા 606 સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી 11 લોકો આ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. વિતેલી રાત્રે દિલ્હીમાં કોરોનો પોઝિટિવ એક બીજી વ્યક્તિનું મોત થયું છે. કુલ 606 પોઝિટિવ કેસમાંથી 476 ભારતીય નાગરિક છે, જ્યારે 43 વિદેશી છે. સારા સમાચાર એ છે કે, અત્યાર સુધી 43 લોકો સાજા થઈ ગયા છે. પીએમ મોદીએ મગંળવારે રાત્રે આઠ કલાકે દેશના કોરોના વાયરસને લઈને દેશને સંબોધન કર્યું હતું. એક સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું આ બીજી વખત સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધન કરતા સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું આ જનતા કર્ફ્યૂ કરતા થોડુ આગળ છે. કોરોના વાયરસ સામે લડવા માટે આ પગલુ જરૂરી છે. આ લોકડાઉનની આર્થિક કિંમત દેશે ઉઠાવવી પડશે. કોરના વાયરસની સાઈકલ તોડવા માટે 21 દિવસનો સમય ખૂબ જ જરૂર છે. જો 21 દિવસ નહી સંભાળવામાં આવે તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે. આ વાત હુ એક પ્રધાનમંત્રી તરીકે નહી પરંતુ તમારા પરિવારના સદસ્ય તરીકે કહી રહ્યો છું. ઘરમાં રહો ઘરમાં રહો એક જ કામ કરો તમારા ઘરમાં રહો.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget