શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાથી વધુ 18નાં મોત, ક્યાં કેટલા દર્દીના મોત થયા ? જાણો વિગતે
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75,482 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 2733 પર પહોંચ્યો છે.

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, દરરોજ હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75,482 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 2733 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1092 કેસ નોંધાયા છે અને વધુ 18 લોકોનું કોરોનાથી મૃત્યું થયું છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, સુરત અને વડોદરા કોર્પોરેશન 1 દર્દીના મોત સાથે કુલ 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ 14,310 એક્ટિવ કેસ છે, જ્યારે 58,439 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,231 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,59,822 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,88,700 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,87,309 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1419 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















