કોરોના સંક્રમણ વધતા મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો વિગતો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 1730 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આજે 502 નવા કેસ નોંધાયા છે.
ગાંધીનગર: રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણય કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાંથી આવતા તમામ વ્યક્તિઓનું ફરજીયાત સ્ક્રિનિંગ કરવા આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે. 72 કલાક પહેલા કરાવેલ RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ મળશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 1730 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આજે 502 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. આજે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.
અમદાવાદમાં આજે 502 નવા કેસ નોંધાયા છે, જ્યારે 383 લોકો સ્વસ્થ થયા છે. કોરોના સંક્રમણથી અમદાવાદ શહેરમાં આજે વધુ બે લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણથી રાજ્યનો કુલ મૃત્યુઆંક 4458 પર પહોંચ્યો છે.
આજે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
અમદાવાદ કોર્પોરેશનમાં 383, સુરત કોર્પોરેશનમાં 302, વડોદરા કોર્પોરેશનમાં 122, રાજકોટ કોર્પોરેશનમાં 84, સુરતમાં 19, ખેડા 41, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 22, સાબરકાંઠા 23, મહેસાણા 25, રાજકોટ 14, વડોદરા 20, જામનગર કોર્પોરેશન 10, કચ્છ 17 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,94,277 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.