શોધખોળ કરો
ગુજરાતથી પગપાળા ચાલીને રાજસ્થાન જઈ રહેલા શ્રમિકો માટે સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
પગપાળા ચાલીને વતન જઈ રહેલા રાજસ્થાની શ્રમિકો માટે પોલીસ અને સેવા ભાવી સંસ્થાઓ દ્વારા ચા-પાણી, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમદાવાદઃ કોરોના વાયરસના કારણે 21ના Lockdownની કરવામાં આવેલી જાહેરાત અને તે પહેલા બંધ કરવામાં આવેલી આંતરરાજ્ય બસ સેવાના કારણે ગુજરાત બહારથી આવેલા શ્રમિકોની હાલત ઘણી કફોડી બની છે. બસ, રેલવે સર્વિસ સહિત તમામ પ્રકારનું ખાનગી ટ્રાન્સપોર્ટેશન બંધ થવાના કારણે રાજ્યમાંથી ઘણા શ્રમિકોએ પગપાળા વતન રાજસ્થાન જવાનું શરૂ કર્યું હતું. રાજ્ય સરકારના ધ્યાનમાં આ વાત આવતાં પગપાળા જઈ રહેલા શ્રમિકો માટે તાત્કાલિક ધોરણે 10 બસની વ્યવસ્થા કરીને આવા લોકોને તેમના માદરે વતન મોકલવામાં આવી રહ્યા છે. પગપાળા ચાલીને વતન જઈ રહેલા રાજસ્થાની શ્રમિકો માટે પોલીસ અને સેવા ભાવી સંસ્થાઓ દ્વારા ચા-પાણી, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે પણ ટ્રકો દ્વારા રાજસ્થાનના શ્રમિકોને તેમના વતન પહોંચવામાં મદદ કરી હતી. રાજ્યમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. આ પહેલા સુરતના એક વ્યક્તિનું કોરોના વાયરસથી મોત થયું હતું. રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 39 પર પહોંચી છે. હાલ દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 600ને પાર કરી ગઈ છે. જ્યારે 11 લોકોના મોત થયા છે.
વધુ વાંચો





















