શોધખોળ કરો
Coronavirus: રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3071 થઈ, 133 લોકોનાં મોત
રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ અમદાવાદ પ્રભાવિત છે, અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા બે હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે 86 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
![Coronavirus: રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3071 થઈ, 133 લોકોનાં મોત Coronavirus: The total number of positive cases is 3071 in Gujarat Coronavirus: રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3071 થઈ, 133 લોકોનાં મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/25202158/corona-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ત્રણ હજારને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 256 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 6 લોકોનાં મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3071 પર પહોંચ્યો ગયો છે
રાજ્યમાં જે નવા 256 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 182 કેસ, આણંદ-5, બનાસકાંઠા-11 અને ભાવનગરમાં 5, છોટાઉદેપુર-2, ગાંધીનગર-4, મહિસાગર-1,નવસારી-1, પંચમહાલ-2, પાટણ-1, સુરત-34, સુરેન્દ્રનગર-1 અને વડોદારામાં 7 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ અમદાવાદ પ્રભાવિત છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 2003 કેસ નોંધાયા છે, જેમાંથી 86 લોકોનાં મોત થયા છે અને 115 દર્દીઓ સાજા થયા છે.
અત્યાર સુધી કોરોનાના કુલ 3071 કેસ નોંધાયા છે, જેમાંથી 30 વેન્ટિલેટર પર છે, જ્યારે 2616 સ્ટેબલ છે. કુલ 282 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ 133 લોકોનાં મોત થયા છે.
![Coronavirus: રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3071 થઈ, 133 લોકોનાં મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/25202158/guj-co-2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)