Kutch: કચ્છમાં રાજસ્થાની દંપતી ઘરમાં હેરોઈન અને અફીણ વેચતાં, જાણો કેટલા કરોડનો મુદ્દામાલ થયો જપ્ત
પૂર્વ કચ્છમાંથી હેરોઇન અને અફીણ સાથે દંપતીને ઝડપી લેવામાં આવ્યા છે. મેઘપર બોરિચીના રહેણાંક મકાનમાંથી SOGએ 1.12 કરોડના હેરોઈન અને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ભૂજ: કચ્છ જિલ્લામાંથી ફરી એક વખત નશાનો સામાન ઝડપાયો છે. પૂર્વ કચ્છમાંથી હેરોઇન અને અફીણ સાથે દંપતીને ઝડપી લેવામાં આવ્યા છે. મેઘપર બોરિચીના રહેણાંક મકાનમાંથી SOGએ 1.12 કરોડના હેરોઈન અને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પાંચ મહિનાથી ભાડે રહેતું રાજસ્થાની દંપતી નાની પડીકીઓમાં માદક દ્રવ્યોનું વેચાણ કરતા હતા. ઝડપાયેલ બને દંપતી રાજસ્થાનથી હેરોઇન અને અફીણનો રસ લાવીને ગાંધીધામમાં છૂટક વેચાણ કરતા હતા. પૂર્વ કરછ SOGએ બાતમીના આધારે બંને દંપતીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં કેફી અને માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસઓજી ટીમને મળેલી બાતમી હકીકત આધારે અંજાર વિસ્તારમાં આવેલ પુરુષોત્તમનગર મેઘરપર ખાતે રહેતા જગદીશ ગંગાવિશન બિશ્નોઈ તથા તેની પત્ની વિજયરાજે પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈન તથા પીળા ક્રીમ કલરનો હેરોઈન તથા કાળો કથ્થાઈ કલરનો ઘટ પ્રવાહી અફીણનો રસ રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃતિ કરતા હોય જેથી તેના રહેણાંકના મકાનમાં રેડ કરી તપાસ કરતા કુલ 1,12,20,809 નો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે. આ કેસમાં એક આરોપીને પકડવાનો બાકી છે.