Bhavnagar : રાજપરા ખોડિયાર મંદિર પાસે તળાવમાં કુદીને દંપતીએ કરી લીધો આપઘાત, મૃતદેહ મળી આવ્યા
શહેરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા પ્રતાપભાઈ સોલંકી અને તેમના પત્ની આશાબેને તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. હાલ બનાવવા માટેનો ચોક્કસ કારણ જાણવા મળેલ નથી.
ભાવનગરઃ રાજપરા ખોડીયાર મંદિર પાસે આવેલ તળાવમાં ગઈકાલે બે લોકોએ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિક ફાયર વિભાગ અને ભાવનગરની ટીમ દ્વારા તળાવમાં ગઈ કાલથી મૃતદેહને બહાર કાઢવા માટે શોધખોળ હાથ ધરાઇ હતી. રાજપરા તળાવમાં ભાવનગર શહેરમાં રહેતા પતિ-પત્ની આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
શહેરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા પ્રતાપભાઈ સોલંકી અને તેમના પત્ની આશાબેને તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. હાલ બનાવવા માટેનો ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. ફાયરની ટીમ દ્વારા પતિ-પત્નીના મૃતદેહને બહાર કાઢી પી.એમ અર્થે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
Patan : યુવતી ઘરે એકલી હતી ને ઘરમાં ઘૂસી આવેલા વિધર્મી યુવકે મારી દીધા છરીના ઘા, એક તરફી પ્રેમમાં કરી દીધો હુમલો
પાટણઃ રાધનપુરના શેરગઢ ગામની યુવતી પર હુમલા મામલે મોટો ધડાકો થયો છે. એક તરફી પ્રેમમાં વિધર્મી યુવકે યુવતી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. વિધર્મી યુવક આસીમ બલોચ નામના ગામના જ ઈસમે ગઇ કાલે હુમલો કર્યો હતો. હુમલામાં યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. યુવતીને રાધનપુર હોસ્પિટલ અને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. વધુ સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવી. શેરગઢ ગામમાં SOG LCB પોલીસ સહિતનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. હુમલો કરનાર શખ્સને પણ થોડી ઇજા થઇ પોલીસની નજર હેઠળ હાલમાં સારવાર હેઠળ છે.
રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. યુવતી પર હુમલો કરનાર યુવકને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યો હતો. શેરગઢની યુવતી ઘરે એકલી હતી ત્યારે યાસીન માજીશા બલોચ નામનો યુવાન અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી કરી હતી. તેમજ તાબે ન થતાં છરીના ઘા મારી દીધા હતા. હુમલો થતાં યુવતીએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી આસપાસ રહેતી મહિલાઓ યુવતીના ઘરે દોડી આવી હતી. આ પછી યુવતીના પરિવારના સભ્યોને ફોન કરતાં તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા.
બીજી તરફ યુવતીએ બૂમાબૂમ કરતાં દોડી આવેલા લોકોએ યાસીનને પકડી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી અને યુવકને જેલ હવાલે કરી દેવાયો હતો. પોલીસે હુમલખોર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.