શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 226 કેસ, 19ના મોત, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3774
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 226 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 લોકોનાં મોત થયા છે.
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 226 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 164 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3774 પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 181 થયો છે.
રાજ્યમાં જે નવા 226 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 164 કેસ, આણંદ-9, ભરૂચ 2,ભાવનગર 1, બોટાદ 6, ગાંધીનગર 6,રાજકોટ 9,સુરતમાં 14 અને વડોદરામાં 15 કેસ નોંધાયા છે.
આજે 19 લોકોના મોત થયા છે. આ તમામ મોત અમદાવાદમાં થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 3774 કેસ નોંધાયા છે, જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર છે, મૃત્યુઆંક 181 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 40 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 434 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 56101 ટેસ્ટ થયા જેમાં 3774 પોઝિટિવ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement