સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાએ વિધવાને શરીર સુખ માણવા દેવા કહ્યું, સી.આર. પાટીલે શું આપ્યો આદેશ ?
સાવરકુંડલાની વિધવા મહિલાની ડી. કે. પટેલે છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ડી.કે. પટેલે વિધવા મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. પટેલે વિધવા મહિલાના ઘરે પહોંચી જઈને તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી.
અમરેલીઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વિધવા મહિલા સાથે અસભ્ય વર્તન કરીને શારીરિક છેડતી કરનારા સવારકુંડલા નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર ડી.કે પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. સાવરકુંડલા ભાજપના કાઉન્સિલર ડી. કે. પટેલ સામે ફરિયાદના મામલે સપેન્ડ કરાયા છે.
સાવરકુંડલાની વિધવા મહિલાની ડી. કે. પટેલે છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ડી.કે. પટેલે વિધવા મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. પટેલે વિધવા મહિલાના ઘરે પહોંચી જઈને તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. મહિલા પાસે અશ્લીલ માંગણી અંગે ડી.કે.પટેલનો ઓડિયો પણ વાઇરલ થયો હતો. આ ઓડિયોમાં મહિલા પટેલે સીધા ઘરે આવીને છાતી પર હાથ નાંખ્યાનો આક્ષેપ કરે છે.
પ્રદેશ ભાજપની સૂચનાથી અમરેલી ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ ડી.કે.પટેલને કર્યા સસ્પેન્ડ કર્યા છે અને તમામ જવાબદારીઓમાંથી મુક્ત કર્યા છે. તાજેતરની ચૂંટણી માં ડી.કે.પટેલ ભાજપના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
હોળીની ઉજવણી મુદ્દે સરકારની સ્પષ્ટતા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિબંધ મૂકતા શું કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સભ્ય ડિ.કે. પટેલ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ડી.કે પટેલે મહિલા પાસે અશ્લિલ માંગણી કરતી કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ રહી છે.
ગુજરાત ભાજપના ટોચના ધારાસભ્યનો દાવો, ભાજપના કોઈ કાર્યકરને કોરોના નથી થયો કેમ કે.............