(Source: Poll of Polls)
ભાજપના નેતાની ઓડિયો વાયરલ, વિધવા મહિલાએ કહ્યુઃ તમે તો ઘરે આવીને સીધું છાતી પર.........મેં કીધું આને તો કોઈ શરમ નથી......
અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સભ્ય ડિ.કે. પટેલ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી: અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સભ્ય ડિ.કે. પટેલ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ડી.કે પટેલે મહિલા પાસે અશ્લિલ માંગણી કરતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે.
ભાજપ નેતા ડી.કે. પટેલ અને મહિલાની વાતચીત
વિધવા મહિલાઃ હાં બોલો અત્યારે છોકરી એવું કોઈ છે નહીં સમજ્યા, તો મેં કીધું કે લાય વાત કરી લઉં
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ તું કેમ બપોરે એટલી ઉતાવળથી રહેતી હતી? ખીજાતી હતી
વિધવા મહિલાઃ ખીજાય તો ખરી ને, છોકરીઓ સામે હોય ને તમે એવી રીતે બોલો તો પછી શું કરવાનું, તમને તો કાંઈ
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ તારે મને કઈ દેવાય ને ભઈ તો નિરાંતે પછી ફ્રી હોય ત્યારે પછી હું કરવા ફોન કરવો જોઈએ?
વિધવા મહિલાઃ ત્યારે નહોતી, ત્યારે સવારમાં મેં ફોન કર્યો ને ત્યારે મારી છોકરી સાડી દેવા ગઈ હતી બરાબર, અને અત્યારે ફોન કર્યો ને અમે સાડીનું કરીએ છીએ ને તો એ ફોન એટલા માટે મેં કર્યો અત્યારે કોઈ નથી પેલી ગઈ છે ટ્યુશનમાં અને ઓલા બેન ગયા છે સાડી દેવા સમજ્યા એટલે મેં કીધું લાય ફોન કરું એમ, મેં કીધું આને તો કાંઈ શરમ-બરમ બધું મૂકી દીધું લાગે નેવે
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ શરમ મેં મૂકી દીધી
વિધવા મહિલાઃ શરમ-બરમ, તમે ઘરે આવીને બળજબરી ###### વાંહે આવ્યા, મેં કીધું આને તો કાંઈ શરમ નથી
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ હેં...હેં
વિધવા મહિલાઃ આટલી બધી હિમ્મત આવી ગઈ ભાજપની સીટ આવી ગઈ તે?
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ હિમ્મત તો પહેલાથી છે જ
વિધવા મહિલાઃ ભાજપની સીટ આવી ગઈ તો આટલી બધી હિમ્મત આવી ગઈ?
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ આપણે ભાજપની સીટને આમા શું લેવા-દેવા ભાઈ?
વિધવા મહિલાઃ એમ નઈ તો એટલે મેં કીધું બધુ તમારી હિમ્મત આવી ગઈ એ તો મારી છોકરી કંઈ બોલી નહીં
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ એમ નઈ તું મને કે તે મને કીધું તું સુરત આવો એટલે બધુ કામ થઈ જાશે
વિધવા મહિલાઃ એમ નઈ સુરત આવો એટલે મને એવું હતું. હું તો તમને કેવા મહાન વ્યક્તિ માનતી હતી..મેં કીધું ડી.કે.પટેલ છે તો આ વ્યક્તિના મગજમાં આવું કંઈ હશે એવું કંઈ હતું જ નહીં
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ હવે આપણે પહેલાય વાત થઈ હતી અમરેલી જવાનું
વિધવા મહિલાઃ એમ નઈ તમે મારી વાત સાંભળો શું કીધું હતું ખબર કે મારે નોકરી લેવીતી ને આંગણવાડીમાં તમે સમજો, મારે આંગણવાડીમાં નોકરી લેવી હતી. તમારી બધી વાત મેં સારી સાંભળી હતી સમજ્યા તમારા કર્યાનો બધા વખાણ જ કરે છે સમજ્યા..તમે અત્યારે આવ્યા છો ને તો બધા એમ જ કહે છે કે આ વ્યક્તિ આવ્યા છે તો કંઈ સારુ જ થશે એમ સમજ્યા.
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ પણ, અત્યારે હું જેસીબી જ હાંકુ છું, જે વિસ્તારમાં હું ચૂંટણી લડ્યો એ વિસ્તારમાં હું જેસીબી જ હાંકુ છું. મને લોકોએ મત દીધા હોય તો મારે એ વિસ્તારમાં કામ કરવું જોઈને, એમાં સીધી વાત છે ને. મારે તો એવું છે કે હું બોલ્યો એટલે કામ કરું જ.
વિધવા મહિલાઃ મેં કીધું આવી વિધવા બાઈમાં આટલું બધુ આ હું મોહી ગયા હશે, આવ્યા એટલે તરત જ કામકાજ ઉપાડી લીધુ, છોકરીને પણ ન જોઈ, કાંઈ ન જોયું?
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ ના, એ તો ઘડીક પૂરતું મળ્યા એટલે
વિધવા મહિલાઃ મેં કીધુ છોકરીનું કાંઈક વિચારવું તો જોઈએ ને કે ભઈ ઘરે દીકરી છે, એમ વિચારવું તો જોઈએ ને
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ ક્યારેક ઉતાવળ થઈ જાય, હાલો એની માટે વેરી સોરી બરાબર
વિધવા મહિલાઃ એક હાથે લેવું અને એક હાથે દેવું, મેં કીધું આ તો બહું જલ્દબાજી કરી
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ હવે હું છે એ મને કે
વિધવા મહિલાઃ એટલે હું શું કઉં છું તમને, મારે આ મકાન છે કે નહીં...મેં તમને એટલે વાત કરી. આ મારું મકાન છે કે નહીં, તમે કીધું એક હાથે લેવું અને એક હાથે દેવુ તમારી આગળથી શીખી ગયા ભાજપ-કૉંગ્રેસ આગળથી
--
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ મકાન વેચવાનું છે શું કરવાનું છે એમ કે?
વિધવા મહિલાઃ મકાન વેચવાનું નથી, અત્યારે જો તમે કેમ ક્યો છો એક હાથે લેવું એક હાથે દેવુ તમે આજીવન તમે રહો ભાજપમાં. નગરપાલિકા આઉટ સ્ટેટમાં મારું નામ ચડાવી ધ્યો. મારા ઘરમાંથી મને કોઈ ખસ એમ કોઈ ન કઈ શકે
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ અત્યારે કોના નામે આઉટ સ્ટેટ આવે છે?
વિધવા મહિલાઃ અત્યારે તો બાઉકુ શેઠના નામે
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ હાં તો એના આધારને બધુ હશે ને તારી પાસે?
વિધવા મહિલાઃ હાં આધાર છે. બાવકુ શેઠ અને પાછળ એના પપ્પાનું નામ છે, મારું ખાલી હું રહું છે ને એ રીતનું છે
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ કબ્જેદારમાં તારું નામ છે ને?
વિધવા મહિલાઃ હાં,
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ મને કાગળ આપ ને તેમાં શું થાય એ જોઈ લઉં
વિધવા મહિલાઃ મને આમાંથી કોઈ કાઢી ન શકે ને એવું કાંઈ કરી ધ્યોને તો મને કાંઈ વાંધો ન આવે, મારી ત્રણ દીકરીઓ છે
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ તારા નામે થઈ જાય, તારું નામ ચડી જાય, એ જોવડાઈ લઈએ આપણે
વિધવા મહિલાઃ હાં, એમ મારા નામે ચડી જાયને હું એમ કહું છું, તમે કો એટલું જ થાય હો સાહેબ
ડી.કે.પટેલ, નગરપાલિકાના સભ્યઃ ના એમ નથી, પણ આપણે જે સાચુ કામ હોય એ કરવાનું