શોધખોળ કરો

Patan: વિદેશમાં જીરાની માંગ વધતા વારાહી માર્કેટ યાર્ડમાં જીરાના ભાવે વર્ષોનો રેકોર્ડ તોડ્યો

પાટણમાં સાંતલપુરના વારાહી માર્કેટ યાર્ડમાં જીરાના ભાવે વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.  ખેડૂતને પ્રતિ 20 કિલો  9 હજાર 600 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે.

પાટણ:  પાટણમાં સાંતલપુરના વારાહી માર્કેટ યાર્ડમાં જીરાના ભાવે વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.  ખેડૂતને પ્રતિ 20 કિલો  9 હજાર 600 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે.  જેથી ખેડૂતમાં ખુશીનો માહોલ છે. સાંતલપુર તાલુકામાં 13 હજારથી વધુ હેકટર વિસ્તારમાં જીરાના પાકનું વાવેતર થયું છે.  પરંતુ કમોસમી વરસાદને કારણે ઉત્પાદન પર અસર જોવા મળી રહી હતી.  કેટલાક ખેડૂતોને જીરાના પાકમાં નુકશાની પણ થયું હતું. જેથી ખેડૂતોમાં નિરાશા હતા. 

વિદેશમાં જીરાની માંગ વધતા આ વખતે જીરાના ભાવે ખેડૂતોના ચહેરા પર ફરી ખુશી લાવી છે. વારાહી માર્કેટ યાર્ડમાં જીરાના 9600 રૂપિયા ભાવ મળ્યા છે. જે ઇતિહાસમાં પ્રથમ વાર આટલો ઊંચો ભાવ ખેડૂતને મળ્યો છે.  ગત વર્ષ કરતા પ્રતિ 20 કિલોએ 3500થી 5000 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. 

સામાન્ય રીતે સરહદી વિસ્તાર હોવાના કારણે ખેડૂતો અન્ય જિલ્લામાં પોતાનો પાક વેચવા જતા હતા. પરંતુ હાલની સ્થિતએ ઘર આંગણેજ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. જેથી યાર્ડમાં જીરાની 500થી 600 ગુણીની આવક થઈ રહી છે.

Southwest Monsoon: ભારતમાં કેવું રહેશે ચોમાસું ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે 96 ટકા (+/-5%) ચોમાસું રહેશે.આ વર્ષે સમગ્ર દેશમાં 83.7 મીમી વરસાદ પડશે. જુલાઈની આસપાસ અલ-નીનોની સ્થિતિ પ્રવર્તી શકે છે. ચોમાસા સાથે અલ-નીનોનો કોઈ સીધો સંબંધ રહેશે નહીં.  પેસિફિક મહાસાગરમાં પેરુ નજીક સપાટીના ઉષ્ણતાને અલ નિનો કહેવામાં આવે છે. અલ નીનોના કારણે સમુદ્ર અને વાતાવરણના તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પરિવર્તનને કારણે સમુદ્રનું તાપમાન 4-5 ડિગ્રી વધે છે. અલ નીનોના કારણે સમગ્ર વિશ્વના હવામાનને અસર થઈ છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્ય વરસાદ પડશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રનના જણાવ્યા અનુસાર, પૂર્વ, ઉત્તરપૂર્વીય વિસ્તારો અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અલ નીનો જેટલાં વર્ષો સક્રિય છે, તે બધાં વર્ષ ચોમાસાની દૃષ્ટિએ ખરાબ નહોતાં. ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસી શકે છે અને તેની અસર ચોમાસાના બીજા તબક્કામાં જોવા મળી શકે છે.

દેશમાં  સરેરાશ ઓછો વરસાદ પડશે તેમ હવામાન અંગે ભવિષ્યવાણી કરનારી પ્રાઇવેટ કંપની સ્કાયમેટ વેધર કંપનીએ જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વખતે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સામાન્યથી ઓછો વરસાદ પડશે. એજન્સીના અંદાજ મુજબ આ વખતે ચોમાસુ નબળું રહેવાથી ચાર મહિનામાં સામાન્ય કરતા 868 મિમી ઓછો વરસાદ પડશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર સામાન્યથી ઓછો વરસાદ પડવાની 40 ટકા શક્યતા છે. જ્યારે 15 ટકા શક્યતા એવી છે કે સામાન્યથી વધારે વરસાદ પડશે. 25 ટકા શક્યતા એવી છે કે સામાન્ય વરસાદ થશે. વધારે વરસાદ પડવાની શક્યતા શૂન્ય ટકા છે.

પ્રાઇવેટ હવામાન એજન્સીના ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર  છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ પડી રહ્યો હતો.જેનું કારણ લા નીના હતું જે હવે સમાપ્ત થઇ રહ્યું છે. બીજી તરફ હવે અલ નીનો વધી રહ્યું છે. અલ નીનો પરત ફરતા ચોમાસુ નબળું પડી શકે છે. આ કારણે દુષ્કાળ પડવાની શક્યતા છે અને ઓછા વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget