શોધખોળ કરો
Advertisement
Coronavirus: અમદાવાદ, સુરત અને રાજકોટમાં કઈ તારીખ સુધી કર્ફ્યૂ લંબાવાયું ? જાણો વિગતે
આજે વધુ ચાર લોકોન મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. અમદાવાદ ,સુરત અને રાજકોટ શહેરમાં કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નવા 93 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1939 થઈ છે. આજે વધુ ચાર લોકોન મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. અમદાવાદ ,સુરત અને રાજકોટ શહેરમાં કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે.
રાજ્યના ત્રણેય શહેરોમાં 24 એપ્રિલ સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે. અમદાવાદમાં કર્ફ્યૂ લગાવ્યા બાદ 1173 કેસો પૈકી 912 કેસ કર્ફ્યૂ વિસ્તારના છે. સુરતમાં 244 કેસ પૈકી 154 કેસ કર્ફ્યૂ વિસ્તારના સામે આવ્યા છે. રાજકોટમાં પણ 38 પૈકી 33 કેસ કર્ફ્યૂ વિસ્તારમાંથી સામે આવ્યા છે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું રાજ્યના ત્રણેય શહેરના આ વિસ્તારમાં 24 તારીખ સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લંબાવાયું છે.
21 એપ્રિલ સુધી કર્ફ્યૂ હતું જેની તારીખ લંબાવવામાં આવી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં જે મોત થયા છે તેમાં વધુ પડતા મોત હોટસ્પોટ વિસ્તારના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement