શોધખોળ કરો

Cyclone Biparjoy 2023: વાવાઝોડાના કહેર વચ્ચે આગામી એક કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Cyclone Biparjoy 2023: રાજ્યમાં વાવાઝોડાના કહેર વચ્ચે આગામી એક કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Cyclone Biparjoy 2023: રાજ્યમાં વાવાઝોડાના કહેર વચ્ચે આગામી એક કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતી 80-100 km/h ની રહેવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ જૂનાગઢ,  રાજકોટ,  જામનગરમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પવનની ગતી 55-75 km/h ની રહેશે.  તમને જણાવી દઈએ કે, 10 km ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

દરિયાકાંઠા બાદ મેદાની વિસ્તારોમાં કેવું તાંડવ મચાવશે બિપરજોય?

ભયાનક બનેલુ બિપરજોય ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાઈ ગયું છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યે તે ગુજરાતના કચ્છના જખાઉ બંદર પર લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. હવે તે જખાઉ બંદરથી થોડે જ દૂર છે. તેના લેન્ડફોલ પછી ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે. આજે રાત્રે તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસાર થયા બાદ નબળું પડશે.

આ વાવાઝોડાની અસર રાજસ્થાનમાં પણ જોવા મળશે. IMD અનુસાર, બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યોમાં જોવા મળશે. આવો અમે તમને જણાવીએ કે ગરમી અને ગરમીના મોજાનો સામનો કરી રહેલા મેદાની વિસ્તારોમાં બિપરજોયની શું અસર થશે.

બિપરજોયથી કયા રાજ્યો પ્રભાવિત?

ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, લક્ષદ્વીપ, કેરળ જેવા રાજ્યોમાં પણ બિપરજોયની અસર જોવા મળશે.તોફાનને કારણે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પૂર્વમાં આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં પણ બિપરજોય વાવાઝોડાને કારણે વરસાદ થઈ રહ્યો છે. બિપરજોયની અસર ચોમાસા પર પડી હતી. IMD અનુસાર, 18 થી 21 જૂન દરમિયાન ભારતના દક્ષિણ દ્વીપકલ્પના ભાગો અને પૂર્વ ભારતમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ રહેવાની શક્યતા છે.

રાજસ્થાનના બાડમેર અને જાલોરમાં પણ બિપરજોયની અસર જોવા મળી રહી છે. અહીં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે રાજ્યમાં 16 અને 17 જૂને ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં બિપરજોયની સૌથી વધુ અસર જાલોર, બાડમેર, પાલી, જોધપુર અને નાગૌર જિલ્લામાં જોવા મળશે.

બિપરજોયની અસર હરિયાણાના દક્ષિણ વિસ્તારમાં પણ જોવા મળશે. મહેન્દ્રગઢ, રેવાડી, ગુરુગ્રામ, મેવાત, પલવલ, ફરીદાબાદમાં વરસાદની સંભાવના છે. આજથી 19 જૂન સુધી અહીં બિપરજોયની અસર રહેશે. પંજાબમાં પણ બાયપરજોય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 જૂન સુધી વરસાદની અસર છે. પંજાબના માલવા વિસ્તારને છોડીને સમગ્ર પંજાબમાં વરસાદ થવાની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget