Cyclone Biparjoy Live Updates: ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ
બિપરજોય વાવાઝોડુ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે

Background
ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડુ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાથી 8 જિલ્લાના 16.76 લાખ લોકો પ્રભાવિત થશે. અત્યાર સુધી સાત હજાર લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે રેસ્ક્યુ ઓપરેશન માટે NDRFની 15 ટીમ તૈનાત કરાઇ હતી. વાવાઝોડાના ખતરા વચ્ચે સૌરાષ્ટ્ર- કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ કરવામા આવી હતી. બિપરજોયના કારણે સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારની સ્કૂલોમાં 15 જૂની સુધી રજા જાહેર કરાઇ હતી.
વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડને લઈ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ વરસ્યો છે.
માંગરોળના દરિયાકાંઠે ભારે મોજા ઉછળ્યા
જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાકાંઠે ભારે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. માંગરોળના શેરીયાજ બંદરમાં વહેલી સવારથી મોજા ઉછાળતા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા અહીંથી કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.
અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે.
ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ
ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા પંથકના ભાડ અને વાકિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની લોકોને અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે બિપરજોય વવઝોડાની આ સંભવિત આપદાને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી.
પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર
વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન સામે આવ્યું છે. દ્વારકા અને પોરબંદરથી વાવાઝોડાનું અંતર વધ્યું છે. દ્વારકાથી વાવાઝોડુ 300 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે 320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે.





















