શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યાં પડ્યો કરા સાથે કમોસમી વરસાદ, જાણો વિગત
કચ્છના નખત્રાણામાં ભારે પવન ફૂંકાયો હતો, ત્યારબાદ વાતાવરણ પલટાઈને કમોસમી વરસાદ વરસવા લાગ્યો હતો. નખત્રાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.
નખત્રાણા:ઓરિસ્સામાં ફોની વાવાઝોડું કહેર વરસાવી રહ્યું છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છના નખત્રાણામાં ભારે પવન ફૂંકાયો હતો. તેને પગલે ધૂળિયું વાતાવરણ થયું હતું. ત્યારબાદ વાતાવરણ પલટાઈને કમોસમી વરસાદ વરસવા લાગ્યો હતો.
નખત્રાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે લોકોને આગ ઝરતી ગરમીમાં રાહત થઈ હતી.
આ ઉપરાંત અમરેલીના દરિયાઈ કોસ્ટલ બેલ્ટના ગામમાં જોરદાર પવન ફૂંકાયો હતો. મહુવાથી રાજુલાના હિંડોરણા નેશનલ હાઈવે પર ધૂળની ડમરીઓ ચડી હતી. વેગીલા પવનના કારણે નેશનલ હાઈવે પર લોકોએ પોતાના વાહનો સાઈડમાં પાર્ક કરવા પડ્યા હતા. અચાનક કોસ્ટલ બેલ્ટના ગામોમાં પવન ફૂંકાતા લોકો ચિંતિત બન્યા હતા.
ફોની વાવાઝોડાના કારણે સુરત-કોલકત્તા વચ્ચેની બે ફ્લાઇટ રદ્દ કરાઇ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement