શોધખોળ કરો
ઓછી તિવ્રતા સાથે કચ્છના દરિયાકાંઠે ટકરાશે ‘વાયુ’ વાવાઝોડું
તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છના દરિયાકાંઠે ટકરાઈ એવી સંભાવના વ્યક્ત કરી છે
![ઓછી તિવ્રતા સાથે કચ્છના દરિયાકાંઠે ટકરાશે ‘વાયુ’ વાવાઝોડું Cyclone Vayu to recurve, may hit Gujarat's Kutch, says official ઓછી તિવ્રતા સાથે કચ્છના દરિયાકાંઠે ટકરાશે ‘વાયુ’ વાવાઝોડું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/15071740/cyclone.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ હાલ ગુજરાત પર ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે ગુજરાત પર આવેલ ‘વાયુ’ સંકટ ટળી ગયું છે. પરંતુ તાજેતરમાં એવી માહિતી મળી છે કે ‘વાયુ’ વાવાઝોડું કચ્છ તરફ ફંટાઈ શકે છે. વાયુ આગામી 48 કલાક પછી વળાંક લઈને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે તા. 17 કે 18 જૂને કચ્છ જિલ્લાને સ્પર્શે એવી સંભાવના છે. એવામાં તંત્ર દ્વારા કચ્છમાં NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવાની સૂચના આપવામાં આવી છે.
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છના દરિયાકાંઠે ટકરાઈ એવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. શ્રી પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની અપીલ કરતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે, અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)