શોધખોળ કરો

Dahod Accident : ગરબાડા હાઈવે પર ત્રણ બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત

દાહોદ ગરબાડા હાઇવેના પાચવાડા ખાતે  રાત્રી દરમિયાન ત્રણ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ  અકસ્માતમા 4 લોકો ઘાયલ થયા છે. જ્યારે એકનું  સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

દાહોદઃ દાહોદ ગરબાડા હાઇવેના પાચવાડા ખાતે  રાત્રી દરમિયાન ત્રણ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ  અકસ્માતમા 4 લોકો ઘાયલ થયા છે. જ્યારે એકનું  સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘાયલોને 108ની મદદથી  દાહોદ સારવાર માટે ખસેડ્યા છે. 2  લોકોને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે. ઘટનાને  લઈ પોલીસે તપાસ હાથ  ધરી છે. ઘટનામા એકનું મોત થતાં વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઈ છે. 

Ahmedabad Highrise Building: અમદાવાદ શહેરમાં હાઈરાઈઝ ગગનચૂંબી ઈમારતો બનાવવાનો માર્ગ મોકળો થયો છે. હવે અમદાવાદમાં પણ મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોની જેમ 100 મીટર ઉંચી બિલ્ડીંગો જોવા મળશે. જે મુજબ ટાઉન પ્લાનિંગ કમિટીએ 33 માળની ઇમારત બનાવવા મંજૂરી આપી દીધી છે.

આ વિસ્તારોમાં બનશે ગગનચૂંબી ઈમારતોઃ

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના સાયન્સ સીટી, રાજપથ કલબ પાસે અને શીલજ વિસ્તારમાં 33 માળની ઇમારત બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ બિલ્ડીંગ્સની ઉંચાઈ 100 મીટર જેટલી હશે. રાજપથ રંગોળી રોડ ઉપર ટાઈમ્સ 104 નામની હાઇરાઈઝ બિલ્ડીંગ બનશે. તો શીલજ રોડ ઉપર The 31st નામની હાઇરાઈઝ બિલ્ડીંગ બનશે. હવે દિવાળી પહેલાં મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં અંતિમ મંજૂરી મેળવવા માટે સંપુર્ણ કામગીરી કરવામાં આવશે. 

રાજ્યની મતદાર યાદી જાહેર, 2022ની વિધાનસભા ચૂંટણીમાં જાણો કેટલા કરોડ લોકો કરશે મતદાન

ગણતરીના દિવસોમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થશે. આ કડીમાં આજે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્યમાં કુલ ૪ કરોડ ૯૦ લાખ ૮૯ હજાર ૭૬૫ મતદારો વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે.  ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ૧૮ થી ૧૯ વર્ષની વયના નવા ૪ લાખ ૬૧ હજાર ૪૯૪ મતદારોનો ઉમેરો થયો છે. આ અગાઉ રાજ્યમાં ૪ કરોડ ૮૩ લાખ ૭૫ હજાર ૮૨૧ મતદારો હતા.

વિદ્યા સહાયકોની ભરતીને લઈને મોટી સમાચાર, 2,600 શિક્ષકોની થશે ભરતી

વિદ્યાસહાયકોની ભરતીને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

૨૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. ૧૧મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ધોરણ ૧થી ૫માં ૧૦૦૦ અને ધોરણ ૬ થી ૮માં ૧૬૦૦ એમ કુલ મળીને ૨૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેમાં ધોરણ ૧ થી ૫માં ૧,૦૦૦, ગણિત-વિજ્ઞાન વિષય માટે ૭૫૦, અન્ય ભાષાના વિષયો માટે ૨૫૦ અને સામાજિક વિજ્ઞાન વિષય માટે ૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ LIVE Score: ભારતે જીતવા માટે ન્યૂઝીલેન્ડે આપ્યો 250 રનનો ટાર્ગેટ, અય્યર સદી ચૂક્યો, મેટ હેનરીની 5 વિકેટ
IND vs NZ LIVE Score: ભારતે જીતવા માટે ન્યૂઝીલેન્ડે આપ્યો 250 રનનો ટાર્ગેટ, અય્યર સદી ચૂક્યો, મેટ હેનરીની 5 વિકેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Somnath Temple: પીએમ મોદીની શિવ સાધના, સોમનાથ મંદિરમાં કરી પૂજા અર્ચનાVadodara ST Bus Accident : વડોદરામાં એસટી બસની ટક્કરે માતાની નજર સામે જ 5 વર્ષીય બાળકનું મોતAhmedabad Police Scuffle : અમદાવાદમાં ગોળી મારી દેવાની ધમકી આપનાર પોલીસ સસ્પેન્ડChhotaudepur BJP : ક્વાંટમાં પંચાયતના કર્મચારીને માર મારનાર ભાજપના 2 નેતા સામે ફરિયાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ LIVE Score: ભારતે જીતવા માટે ન્યૂઝીલેન્ડે આપ્યો 250 રનનો ટાર્ગેટ, અય્યર સદી ચૂક્યો, મેટ હેનરીની 5 વિકેટ
IND vs NZ LIVE Score: ભારતે જીતવા માટે ન્યૂઝીલેન્ડે આપ્યો 250 રનનો ટાર્ગેટ, અય્યર સદી ચૂક્યો, મેટ હેનરીની 5 વિકેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
Embed widget