શોધખોળ કરો
દાહોદઃ પ્રસુતિ બાદ દવાખાનેથી ઘરે પરત ફરતા રીક્ષા 30 ફૂટ ઊંડા કોતરમાં ખાબકી, નવજાત સહિત ત્રણ બાળકોના મોતથી શોકનો માહોલ
કલાકો પહેલા જ માતા બનેલી કમનસીબ મહિલાના નવજાત બાળકના મોતને પગલે ફરીથી નિઃસંતાન બની ગઇ હતી.
દાહોદઃ દાહોદ નજીક નાનીકોડી ગામ નજીક આજે કરૂણાંતિકા સર્જાઈ હતી. ગામના સૂકી તળાવના 30 ફૂટ ઊંડા કોતરમાં આજે સવારે રીક્ષા ખાબકતા નવજાત સહિત 3 બાળકના મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ મહિલાનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ દાહોદ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડની મદદ લઇને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. દવાખાનામાંથી મહિલાની પ્રસુતિ બાદ ઘરે આવતા આ કરૂણાંતિકા સર્જાઈ હતી. જેમાં માતા બનેલી મહિલાના નવજાતનું મોત થતાં તે ફરી નિઃસંતાન થતાં શોકનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.
દાહોદ તાલુકાના ચોસાલા ગામની 25 વર્ષીય મહિલાને પ્રસૂતાને પ્રસવની પીડા ઉપડતા તેમના ગામની અન્ય બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે રેટિયા PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા ગયા હતા. જ્યાં તેમને તંદુરસ્ત બાળકને જન્મ થતા તેઓના ઘરે પારણું બંધાતા પરિવારજનોમાં ખુશી છવાઇ ગઈ હતી, ત્યારબાદ આજે સવારે ખાનગી રીક્ષા મારફતે પોતાના ઘરે ચોસાલા પરત ફરતી વેળાએ રસ્તામાં નાનીડોકી ગામે 30 ફૂટ ઊંડા તળાવમાં રીક્ષા ખાબકી હતી. જેમાં નવજાત બાળક સહિત ત્રણ કમનસીબ બાળકો મોતને ભેટ્યા હતા તેમજ અન્ય ત્રણ મહિલાઓને બહાર કાઢીને 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
એક સાથે ત્રણ બાળકોના મોતને પગલે પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે અને કલાકો પહેલા જ માતા બનેલી કમનસીબ મહિલાના નવજાત બાળકના મોતને પગલે ફરીથી નિઃસંતાન બની ગઇ હતી. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડે ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
ગુજરાતમાં રાત્રે ઠંડીનો ચમકારો, લોકોને રાહતઃ આગામી પાંચ દિવસ માટે શું છે હવામાન વિભાગની મોટી આગાહી ?
વડોદરાઃ માતાએ 7 દિવસની બાળકીને તરછોડી, શરીર પર ચડી ગઈ હતી કીડીઓ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement