શોધખોળ કરો

Banaskantha: વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો હવે શું લેવામાં આવ્યો નિર્ણય

બનાસકાંઠા:  વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર ખાતે આપવામાં આવતા મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ચાલતો હતો.

બનાસકાંઠા:  વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર ખાતે આપવામાં આવતા મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ચાલતો હતો.  જો કે, હવે આ વિવાદ શાંત થઈ ગયો છે. તો બીજી તરફ સામે આવેલી વિગતો અનુસાર માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચેત્રી સુદ એકમથી નવો સમય લાગું થશે. 22-3-2023  ના દિવસે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપના થશે, એકમથી આરતીનો સમય સવારે 7:00થી  7:30 નો રહેશે. ત્યારે દર્શન સવારે 8:00 કલાક થી શરુ થશે જે બપોરે  11'30 સુધી થઇ શકશે. બપોરે 11:30 થી 12:30 અને સાંજે 4:30 થી 7:30 સુધી બંદ રહેશે. ત્યારે સાંજે 7:30 થી 9:00 વાગ્યે સુધી અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે.

દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત કરી

હાલના સમયમાં ગુજરાત સહિત દેશભરમાં વાયરલ ઇન્ફેક્શનના કિસ્સા દિવસ અને દિવસે વધી રહ્યા છે. એક તરફ કોરોના તો બીજી તરફ વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન એ લોકો માટે ચિંતાજનક બાબત બની છે. ત્યારે અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે નેશનલ પ્લમનોલોની અને ક્રિટિકલ કેર કોન્ફરન્સમાં અમદાવાદ સહિત દેશના સાત જેટલા નામાંકિત અને મોટા તબીબો દ્વારા કેટલીક મહત્વની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. 

દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત

એક્સપર્ટ ડોક્ટરોની ટીમ દ્વારા ડોક્ટરની સાથે સાથે દર્દીઓ માટે પણ વાયરલ ઇન્ફેક્શનના કિસ્સામાં કયા પ્રકારે તકેદારી રાખવી જોઈએ તે માટેની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ બાબતે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરતા દિલ્હી AIMS ના પૂર્વ ડાયરેક્ટર અને હાલ દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત કરી. જેમાં તમને કહ્યું કે કોરોના બાદ જોવા મળી રહેલા વાયરલ ઇન્ફેક્શન એ નવી વાત નથી પહેલા પણ આ પ્રકારના ઇન્ફેક્શન આવતા રહ્યા છે. પરંતુ આ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે જેવી રીતે કોરોના દરમિયાન લોકોએ કોવિડ અનુરૂપ વ્યવહાર કર્યો હતો, એટ્લે કે માસ્ક સેનિટાઈઝર અને વારંવાર હાથ ધોવા એ બાબતોની ખાસ ધ્યાન રાખવું પડશે. 

એક્સપર્ટની ટીમ દ્વારા તબીબોને પણ સલાહ આપવામાં આવી

માત્ર આટલું જ નહીં પરંતુ તબીબોને પણ એક્સપર્ટની ટીમ દ્વારા તબીબોને પણ સલાહ આપવામાં આવી છે કે બિનજરૂરી એન્ટિવાયરલ દવાઓનો ઉપયોગ ન કરવામાં આવે. તો સાથે જ લોકોને પણ જાતે દવા લઈને ઇલાજ કરવો ન જોઈએ. ખાસ લોકોએ રસીકરણ પર ભાર મૂકવો જોઈએ. આવનાર દિવસોમાં એન્ટિવાયરલી પણ માર્કેટમાં આવે તો તે લેવી જોઈએ. તાવ, ગળામાં દુખાવો, વહેતું નાક, સૂકી ઉધરસ ઉપરાંત શરીરનો દુખાવો, ઝાડા, પેટમાં દુખવું વગેરે વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો હોય છે. જેથી લોકોએ તબીબની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. આ ઉપરાંત અન્ય તબીબોએ એમ પણ છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના કારણે અન્ય ઈન્ફેક્શન અથવા તો મોટા રોગના દર્દીઓની યોગ્ય સારવાર અથવા તો તેમના પ્રત્યે ધ્યાન ન આપવામાં આવ્યું હોવાથી હવે અન્ય રોગોની સારવાર પર ધ્યાન આપવા માટે પણ પ્રાધાન્ય આપવા માટે સુચવ્યું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget