શોધખોળ કરો

Arvind Kejriwal Gujarat visit: જેટલા કામ ભગવંત માને 7 મહિનામાં કર્યા, એટલા કામ ભાજપે 27 વર્ષમાં નહીં કર્યા હોય: કેજરીવાલ

Arvind Kejriwal Gujarat visit: દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ વલસાડથી સુરત પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કડોદરા ખાતે જાહેરસભા સંબોધી હતી.

Arvind Kejriwal Gujarat visit: દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ વલસાડથી સુરત પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કડોદરા ખાતે જાહેરસભા સંબોધી હતી. ગુજરાતીમાં કેમ છો કહી સભાની સંબોધન ચાલુ કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે, દાહોદમાં 1 લાખ લોકો સભામાં એકત્ર થયા હતા, તમામ લોકો બદલાવ ઈચ્છે છે. આઈ.બી કેન્દ્ર સરકારની જાશુસી સંસ્થા છે. જેઓના સરકારી રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બરમાં ગુજરાતમાં આપની સરકાર બનશે.

તેમણે આગળ કહ્યું કે, 93થી 94 સીટ આઈ.બી કહે છે. થોડો ધક્કો મારી આપો 150 પાસે સીટ અપાવી દો. સરકાર બન્યા બાદ સૌથી પહેલાં ભ્રષ્ટચાર પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતના 1 ધારાસભ્યની 5 વીંઘા જમીન હતી. ચૂંટણી જીત્યા બાદ 1 હજાર વીંઘા જમીન ખરીદી લીધી. દર વર્ષે ગુજરાત સરકાર 2.50 લાખ કરોડ ટેક્સ વસુલે છે. ક્યાં ગયા બધા પૈસા, ભાજપ સરકારે લૂંટી લીધા બધા પૈસા. ગુજરાતને ભ્રષ્ટચાર મુક્ત સરકાર આપશે આપ, જેટલા પૈસા ભાજપે લૂંટયા છે એ તમામ પરત લાવશું.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, આપના કોઈ પણ ધારાસભ્ય કે મંત્રી ભ્રષ્ટચાર કરશે તો જેલ જશે.પંજાબના હેલ્થ મિનિસ્ટર ભ્રષ્ટચાર કરતા જણાયા તો પંજાબનાં મુખ્યમંત્રીએ તેઓને જેલ મોકલી આપ્યા. ગુજરાતમાં જે પેપર લીક થયા છે તે તમામ આરોપીઓને પણ જેલમાં મોકલી આપીશું.

મારા વિરોધમાં પોસ્ટરો લગાવ્યા હતા. મારા ફોટાની બાજુમાં ભગવાનના વિરોધમાં એલફેલ લખ્યું હતું. પહેલાના જમાનામાં રાક્ષસો આવું કામ કરતા હતા. આવા લોકો રાવણ જ છે. કંસની ઓલાદ છે. મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો અને ભગવાને મને રાક્ષસોનો વિનાશ કરવા મને જન્મ આપ્યો છે.  18 વર્ષથી ઉપરની મહિલાઓને 1000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. હવે તમારે ચિંતા કરવા જવાની જરૂર નથી. તમારો ભાઈ હવે ગુજરાતમાં આવી ગયો છે. દિલ્હીમાં અમીર ગરીબના છોકરાઓ એકસાથે અભ્યાસ કરે છે. મજદૂરનો છોકરો  એન્જીનીયર બની રહ્યો છે.  ગુજરાતમાં 6.50 કરોડ લોકો માટે મહોલ્લા ક્લિનિક ખોલીશ અને તમારો ઇલાજ મફતમાં થશે.
 
મને કામ કરવાનું ગમે છે. એક મોકો આપો જો કામ ન થાય તો બીજીવાર વોટ ન આપત. તમારે ભ્રષ્ટચાર, રાજનીતિ કે પછી ગુંડાગર્દી જોઈએ તો ભાજપ પાસે જજો, હું ભણેલો વ્યક્તિ છું આ બધું મને નથી આવડતું, મને ફક્ત એક મોકો આપો. એકવાર મને સરકાર બનાવવાનો મોકો આપો હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી આપીશ. આ ઉપરાંત બેરોજગારોને દર મહિને 3000 રૂપિયા આપીશું.10 લાખ નવી નોકરીની શોધ કરીશું.

બરોડામાં મારી રેલીમાં મોદી મોદી નારા લાગતા હતા મને કોઈ તકલીફ ન થઈ પણ જે નારા લગાવતા હતા એમના છોકરાને અમે ભણતર અને નોકરી આપીશું. અયોધ્યા રામ મંદિરના દર્શને જવા માટે પૈસા લાગે છે . હું તમને મફતના રામજીના દર્શન કરાવીશ, દિલ્હીમાં ટ્રેનમાં લોકોને ફ્રીમાં અયોધ્યા લઈ જવા માટે ટ્રેન જાય છે.  ખાસ કરીને કૉંગ્રેસથી બચીને રહેજો તેઓની 10 સીટ આવવાની છે અને તેઓ પણ જીતીને ભાજપમાં જતા રહેશે તો કૉંગ્રેસ પાછળ મત વ્યય ન કરતા. 27 વર્ષ આ લોકોએ તડપાવી તડપાવીને માર્યા છે. તો આ વખતે આપને મત આપીને જીતાડો તો 50 વર્ષ આપની સરકાર ચાલશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget