શોધખોળ કરો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નિખાલસ કબૂલાત, કહ્યું- ઑક્સિજનની જરૂરિયાત સમજી શક્યા નહોતા

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે.

આખાબોલા નેતા તરીકે જાણીતા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કરી વધુ એક નિખાલસ કબૂલાત કરી છે. માણસામાં ઑક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે તેમણે સ્વીકાર કર્યો કે કોરોના પહેલા તેઓ ઑક્સિજનની જરૂરિયાત સમજી શક્યા નહોતા. નાયબ મુખ્ય મંત્રીએ દાવો કર્યો કે, કોરોનાની સંભવિત ત્રીજી વેવ સમયે સરકાર ઊંઘતી ઝડપાય નહીં તે માટે તમામ તૈયારી કરવામાં આવી છે. જો કે ત્રીજી વેવ ન આવે તે માટે તેમણે બાધા રાખી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલેકોરોના સંક્રમણના 481  કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 9   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9985 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે1526  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.36  ટકા છે.

ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગઈકાલેગુરુવારે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,86,459 વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં ગઈકાલેકુલ 1526 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.36 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,97,734 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 11657 પર પહોંચ્યો છે. જેમાંથી 296 દર્દી વેન્ટિલેટર પર અને 11361  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.36 ટકા છે.

ક્યાં નોંધાયા કેટલા કેસ ?

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 69, સુરત કોર્પોરેશનમાં 62, વડોદરા કોર્પોરેશનમાં 51, વડોદરામાં 37, રાજકોટ કોર્પોરેશનમાં 24, સુરત 23,  જૂનાગઢમાં 20, ગીર સોમનાથ 15, જામનગર કોર્પોરેશન 15, અમરેલી 12, ભરુચમાં 12, આણંદમાં 11, નવસારી 10, મહીસાગરમાં 10, રાજકોટમાં 10, જૂનાગઢ કોર્પોરેશન 9,  ખેડામાં 9,  પોરબંદરમાં 9, ગાંધીનગર કોર્પોરેશન 8, વલસાડમાં 8, દેવભૂમિ દ્વારકા 7,  કચ્છમાં 7, પંચમહાલ 6,  સાબરકાંઠામાં 6,  મહેસાણામાં 5, બનાસકાંઠા 4, ગાંધીનગર 4, જામનગર 4, અમદાવાદ 3, નર્મદા 3, ભાવનગર કોર્પોરેશન 2, મોરબી 2, અરવલ્લી 1, ભાવનગર 1, ડાંગ 1 અને સુરેન્દ્રનગર 1 કેસ સાથે કુલ 481 કેસ નોંધાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget