શોધખોળ કરો

Digital Anna Vitran: ગાંધીનગરથી દેશનું પ્રથમ અનાજ એટીએમ શરૂ, હવે રાશન કાર્ડની જરૂર નહીં પડે, જાણો કેવી રીતે મળશે ઘઉં-ચોખા

Digital Grain Distribution Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે CBDC જેવી અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જાહેર વિતરણ વ્યવસ્થામાં વચેટિયાઓનો અંત આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમિત શાહે CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો.
  • ગ્રેઇન ATM દ્વારા 35 સેકન્ડમાં 25 કિલો અનાજ વિતરણ.
  • ગરીબી સામે 'ડિજિટલ સત્યાગ્રહ' દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી.
  • ગ્રાહકોના હિત રક્ષણ માટે સમજૂતી કરાર, ફરિયાદોનું ઝડપી નિવારણ.

Digital Grain Distribution Gujarat: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (Central Bank Digital Currency CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) નો શુભારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ વિઝનને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ આ પ્રકલ્પ દ્વારા હવે રેશનિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રલ્હાદ જોશીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી ઝોન માટે ‘અન્નપૂર્તિ’ ગ્રેઇન ATM સુવિધાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગ્રેઇન ATM અને CBDC: ભ્રષ્ટાચાર નાબૂદીનું શક્તિશાળી શસ્ત્ર

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે CBDC જેવી અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જાહેર વિતરણ વ્યવસ્થામાં વચેટિયાઓનો અંત આવશે. આ વ્યવસ્થા હેઠળ લાભાર્થીના ડિજિટલ વોલેટમાં સીધા જ ઈ રૂપી (e RUPI) જમા થશે, જેનો ઉપયોગ માત્ર સસ્તા અનાજની દુકાન કે ગ્રેઇન ATM (Grain ATM) પર જ થઈ શકશે. ‘મેડ ઇન ગુજરાત’ એવું અન્નપૂર્તિ મશીન માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું સચોટ વિતરણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમ આગામી 3 થી 4 વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, જે વજન અને ગુણવત્તાની દ્રષ્ટિએ 100% સચોટતાની ખાતરી આપે છે.

Digital Anna Vitran: ગાંધીનગરથી દેશનું પ્રથમ અનાજ એટીએમ શરૂ, હવે રાશન કાર્ડની જરૂર નહીં પડે, જાણો કેવી રીતે મળશે ઘઉં-ચોખા

ગરીબી સામે ‘ડિજિટલ સત્યાગ્રહ’ અને ગ્રાહક સુરક્ષા

કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીએ આ પહેલને સાબરમતીના કિનારેથી ગરીબી સામેનો ‘ડિજિટલ સત્યાગ્રહ’ ગણાવ્યો હતો. આ સિસ્ટમ દ્વારા અંદાજે 2 થી 3 કરોડ બોગસ રેશનકાર્ડ રદ કરવામાં સફળતા મળી છે. કાર્યક્રમ દરમિયાન ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ કરારથી ફરિયાદોના નિવારણ માટે પ્રી લિટિગેશન ઇકોસિસ્ટમ ઊભી થશે, જેનાથી સામાન્ય નાગરિકોને કોર્ટ સુધી પહોંચ્યા વગર જ ન્યાય મળી રહેશે.

વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સેવા હી સાધના’ મંત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ટેકનોલોજીના માધ્યમથી ગરીબ, યુવા, મહિલા અને અન્નદાતા (GYAN) ના સશક્તિકરણનો પાયો નખાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે હવે શ્રમિકો 24 કલાકમાં ગમે ત્યારે ગ્રેઇન ATM પર જઈને માત્ર 5 મિનિટમાં પોતાનું રાશન મેળવી શકશે, જે રેશનિંગની લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transactions) ક્ષેત્રે ભારત આજે વિશ્વમાં અગ્રેસર છે અને આ નવી વ્યવસ્થા ‘વિકસિત ભારત’ (Viksit Bharat) ના નિર્માણમાં એક મહત્વનો માઈલસ્ટોન સાબિત થશે.

Frequently Asked Questions

CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શું છે?

આ વ્યવસ્થામાં લાભાર્થીના ડિજિટલ વોલેટમાં ઈ રૂપી જમા થશે, જેનો ઉપયોગ માત્ર સસ્તા અનાજની દુકાન કે ગ્રેઇન ATM પર જ થઈ શકશે. આનાથી રેશનિંગની પ્રક્રિયા પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનશે.

ગ્રેઇન ATM (અન્નપૂર્તિ મશીન) શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

અન્નપૂર્તિ મશીન 'મેડ ઇન ગુજરાત' છે અને તે માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું સચોટ વિતરણ કરવાની ક્ષમતા ધરાવે છે. શ્રમિકો 24 કલાકમાં ગમે ત્યારે જઈને 5 મિનિટમાં પોતાનું રાશન મેળવી શકશે.

આ નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

આ પ્રકલ્પનો ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ડિજિટલ ઇન્ડિયા' વિઝનને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. આનાથી જાહેર વિતરણ વ્યવસ્થામાં વચેટિયાઓનો અંત આવશે અને ગરીબી સામે 'ડિજિટલ સત્યાગ્રહ' થશે.

શું આ સિસ્ટમ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરશે?

હા, આ સિસ્ટમ ગ્રાહકોના હિતોના રક્ષણ માટે બનાવવામાં આવી છે. ફરિયાદોના નિવારણ માટે એક પ્રી લિટિગેશન ઇકોસિસ્ટમ ઊભી થશે, જેથી નાગરિકોને ઝડપથી ન્યાય મળી રહે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget