શોધખોળ કરો

CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે સવારે 8 થી 11 વાગ્યા સુધી રૂબરૂ રજૂઆત કરી શકાશે; બપોર બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ જાતે સાંભળશે પ્રશ્નો અને આપશે નિર્દેશો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૩ જુલાઈએ રાજ્ય સ્વાગત યોજશે.
  • નાગરિકોની ફરિયાદોના નિવારણ હેતુ, ૨૦૦૩થી શરૂ થયો.
  • ફરિયાદ નોંધાવવા સવારે ૮-૧૧ ગાંધીનગર રૂબરૂ પહોંચવું.
  • બપોરે મુખ્યમંત્રી પોતે ફરિયાદો સાંભળીને નિર્દેશો આપશે.

CM Gujarat Complaint Online 2026: જો તમારે સરકારી કામકાજને લગતી કોઈ મોટી સમસ્યા કે ફરિયાદ હોય અને તમે સીધી જ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના સીધા નિવારણ માટે આગામી 23 જુલાઈ 2026, ગુરુવારના રોજ 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમે પણ આ તારીખ નોંધી લેજો, કારણ કે અહીં તમે રૂબરૂ જઈને પોતાની ફરિયાદ સરકારના સર્વોચ્ચ સ્તરે પહોંચાડી શકો છો.

નોંધનીય છે કે, સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ઝડપી અને પારદર્શક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003 માં આ ઓનલાઇન જનફરિયાદ નિવારણ (સ્વાગત) પોર્ટલ અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ જ પરંપરાને આગળ વધારતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે આ 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ નિયમિતપણે યોજવામાં આવે છે. જે અંતર્ગત જુલાઈ-2026 માસનો આ કાર્યક્રમ હવે 23મી જુલાઈએ યોજાવા જઈ રહ્યો છે.

રજૂઆત ક્યાં અને કેવી રીતે કરશો?

જો તમે આ 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં તમારી રજૂઆત કે ફરિયાદ નોંધાવવા માંગતા હોવ, તો તમારે ગુરુવાર, 23 જુલાઈના રોજ સવારે 8:00 થી 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ગાંધીનગર પહોંચવાનું રહેશે. નાગરિકોએ સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા 'મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ'માં રૂબરૂ જઈને પોતાની અરજી આપવાની રહેશે. અરજદારોએ ખાસ ધ્યાન રાખવું કે પોતાની ફરિયાદ નોંધાવવા માટે સવારે 11:00 વાગ્યા સુધીમાં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે અચૂક પહોંચી જવું.

આ પણ વાંચોઃ અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ

બપોર બાદ મુખ્યમંત્રી જાતે સાંભળશે પ્રશ્નો

સવારના સત્રમાં નાગરિકોની તમામ અરજીઓ અને રજૂઆતો સ્વીકાર્યા બાદ, ગુરુવારે બપોર પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ (રૂબરૂ) ઉપસ્થિત રહેશે. તેઓ અરજદારો દ્વારા આવેલી ફરિયાદોને વ્યક્તિગત રીતે અને ધ્યાનપૂર્વક સાંભળશે. એટલું જ નહીં, નાગરિકોના પ્રશ્નોના હકારાત્મક અને સત્વરે નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રી સ્થળ પર જ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી નિર્દેશો પણ આપશે.

આ પણ વાંચોઃ પ્રજાને ધક્કા ન ખવડાવો, કામ થતું હોય તો તરત કરો, નહીંતર ના પાડો: સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના

Frequently Asked Questions

'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ શું છે?

આ કાર્યક્રમ નાગરિકોની સરકારી કામકાજને લગતી ફરિયાદો અને પ્રશ્નોના સીધા નિવારણ માટે છે. તેમાં નાગરિકો મુખ્યમંત્રી સમક્ષ પોતાની રજૂઆત કરી શકે છે.

આગામી 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ ક્યારે અને ક્યાં યોજાશે?

આગામી કાર્યક્રમ 23 જુલાઈ 2026, ગુરુવારના રોજ ગાંધીનગરમાં યોજાશે. નાગરિકોએ સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે અરજી આપવી પડશે.

'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય?

23 જુલાઈના રોજ સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ અરજી આપવાની રહેશે. 11 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચવું ફરજિયાત છે.

'રાજ્ય સ્વાગત' કાર્યક્રમની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી?

આ ઓનલાઇન જનફરિયાદ નિવારણ પોર્ટલ અને કાર્યક્રમની શરૂઆત વર્ષ 2003માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી થઈ હતી. તેનો ઉદ્દેશ્ય સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
Embed widget