શોધખોળ કરો

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બોક્સર લવલીના બોરગોહેનની પ્રશંસા કરી હતી. જેણે 2026 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ભારતનો ખોટો નકશા બતાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બોક્સર લવલીનાએ ગ્લાસગો રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા સામે વાંધો ઉઠાવ્યો.
  • નકશામાં પૂર્વોત્તર હિસ્સો ગાયબ હોવા અંગે તેણીએ મેનેજમેન્ટને જાણ કરી હતી.
  • વડાપ્રધાન મોદીએ લવલીનાના સમજદારીભર્યા અને સંવેદનશીલ કાર્યની પ્રશંસા કરી.
  • સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રેસ્ટોરન્ટે માફી માંગી, નકશો બદલવાની ખાતરી આપી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બોક્સર લવલીના બોરગોહેનની પ્રશંસા કરી હતી. જેણે 2026 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ભારતનો ખોટો નકશા બતાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. મોદીએ સ્કોટલેન્ડથી પરત ફરતા કોમનવેલ્થ ચેમ્પિયન સાથેની મુલાકાત દરમિયાન લવલીનાના આ પગલાની પ્રશંસા કરી હતી. 

ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં લવલીનાએ ભારતનો ખોટો નકશો જોયો

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે લવલીના બોરગોહેને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સિંગ ટીમ સાથે તેના પ્રભાવશાળી પ્રદર્શનની ઉજવણી કરવા માટે ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન તેણીએ મેનુ પર ભારતનો નકશો જોયો જેમાં ઉત્તરપૂર્વ ભારતના ભાગોને બતાવવામાં આવ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Lovlina Borgohain (@lovlina_borgohain)

લવલીનાએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સામે આને લઈને વાંધો ઉઠાવતા કહ્યું કે ભારતના નકશામાં ઉત્તરપૂર્વનો ભાગ દર્શાવવામાં આવ્યો નથી અને પૂર્વોત્તરમાંથી આવનારી વ્યક્તિ તરીકે આ જોઈને મને ખૂબ દુઃખ થયું હતું. તેણીએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને કહ્યું હતું કે, "આને ખોટું ના સમજો, પરંતુ આનાથી મને થોડું દુઃખ થાય છે. આપણો પૂર્વોત્તર હિસ્સો ભારતીય નકશામાંથી ગાયબ છે." બહાર પ્રદર્શિત નકશામાં પણ ઉત્તરપૂર્વનો ભાગ શામેલ નથી. ઉત્તરપૂર્વના હોવાથી આ આપણને ખૂબ જ દુઃખ પહોંચાડે છે.

આસામી બોક્સરે કહ્યું હતું કે, "તે એક ખુશીનો પ્રસંગ હતો. અમે ઉજવણી કરી રહ્યા હતા અને મને દેશનો ખોટો નકશો જોવો ગમ્યો નહીં. મેં તેમને નમ્રતાથી કહ્યું હતું અને તેમણે તે બદલી નાખ્યો." 

વડાપ્રધાન મોદીએ તેમની પ્રશંસા કરતા કહ્યું કે તે સમજદારીભર્યું કામ હતું, ખાસ કરીને એવા સમયે જ્યારે તેઓ પોતાની જીતની ઉજવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "રમતોના સમાપન સમયે અને ઉજવણીઓ વચ્ચે તે નકશાના મહત્વને ઓળખવું. હું તમને સત્ય કહી શકું છું, તે વીડિયો સામાન્ય નહોતો. લોકો તેને લાંબા સમય સુધી યાદ રાખશે."

સોશિયલ મીડિયા પર આ મુદ્દો વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટે માફી માંગી

લવલીનાના વાંધા બાદ આ મુદ્દો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. ત્યારબાદ રેસ્ટોરન્ટે ભારતના ખોટા નકશા અંગે એક નિવેદન બહાર પાડ્યું અને સ્પષ્ટપણે માફી માંગી હતી. રેસ્ટોરન્ટે જણાવ્યું હતું કે ખોટા નકશાવાળા લોગોને બદલવામાં આવશે અને ભારતનો સાચો નકશો ઉપયોગમાં લેવામાં આવશે. રેસ્ટોરન્ટે એમ પણ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમની યજમાની કરવી તેમના માટે સન્માનની વાત હતી. 

આ મુદ્દો પ્રકાશમાં આવ્યા પછી ગ્લાસગોમાં ભારતીય દૂતાવાસે પણ આ બાબતની નોંધ લીધી. દૂતાવાસે સંબંધિત રેસ્ટોરન્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. 

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોનું પ્રભાવશાળી પ્રદર્શન

ભારતીય બોક્સિંગ ટીમે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું, કુલ 10 મેડલ જીત્યા હતા. આ ઐતિહાસિક પ્રદર્શન પછી ગ્લાસગોમાં ભારતીય બોક્સિંગ ટુકડી માટે આયોજિત ઉજવણી દરમિયાન જ લવલીનાએ ખોટો નકશો જોયો હતો. ખોટા નકશા પર લવલીનાનો તાત્કાલિક વાંધો ઉઠાવતા મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના કાર્યની પ્રશંસા કરી, તેને દેશ અને ખાસ કરીને ઉત્તરપૂર્વ પ્રત્યેની તેમની સંવેદનશીલતા સાથે જોડી હતી. 

Frequently Asked Questions

લવલીના બોરગોહેને ગ્લાસગોના રેસ્ટોરન્ટમાં શા માટે વાંધો ઉઠાવ્યો?

લવલીનાએ રેસ્ટોરન્ટના મેનુ અને પ્રદર્શિત નકશામાં ભારતનો ખોટો નકશો જોયો, જેમાં ઉત્તરપૂર્વનો ભાગ દર્શાવવામાં આવ્યો નહોતો. પૂર્વોત્તરમાંથી આવતી હોવાથી તેને દુઃખ થયું, તેથી તેણે નમ્રતાથી મેનેજમેન્ટને જાણ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લવલીનાના પગલાની શા માટે પ્રશંસા કરી?

વડાપ્રધાન મોદીએ લવલીનાના પગલાને સમજદારીભર્યું ગણાવ્યું. તેમણે કહ્યું કે ઉજવણીઓ વચ્ચે પણ નકશાના મહત્વને ઓળખીને તેણે દેશ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવી, જે લાંબા સમય સુધી યાદ રહેશે.

રેસ્ટોરન્ટે ખોટા નકશા અંગે શું પ્રતિક્રિયા આપી?

આ મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટે સત્તાવાર માફી માંગી. તેમણે જણાવ્યું કે ખોટા નકશાવાળા લોગોને બદલીને ભારતનો સાચો નકશો ઉપયોગમાં લેવામાં આવશે.

આ ઘટના ક્યારે અને ક્યાં બની હતી?

આ ઘટના 2026 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં બની હતી. લવલીના ભારતીય બોક્સિંગ ટીમના પ્રભાવશાળી પ્રદર્શનની ઉજવણી કરવા માટે ત્યાં ડિનર માટે ગઈ હતી.

Advertisement

ટોપ સ્ટોરી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget