શોધખોળ કરો

Local Body Election 2026: દિવ્યાંગજનો પણ પહોચ્યા બૂથ, મતદાન કરી નિભાવી ફરજ

Local Body Election 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 વાગ્યા સુધીમાં 15 મહાનગરપાલિકામાં સરેરાશ 32 ટકા મતદાન થયું છે. દિવ્યાંગજનોએ પણ અક્ષમતાની વચ્ચે બૂથ સુધી પહોંચી મતદાન કર્યું

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દિવ્યાંગો અને વૃદ્ધોએ પણ મતદાન કરીને ફરજ નિભાવી.
  • આણંદમાં મતદાન કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ થયું.
  • રાજ્યની 15 મહાનગરપાલિકાઓ સહિત સંસ્થાઓમાં મતદાન.
  • 25,537 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થશે.

Local Body Election 2026: આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનમાં દિવ્યાંગજનોએ પણ મત આપીને નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી છે.  અમદાવાદના  ઇલાબા ઝાલા નામના 70 વર્ષિય વૃદ્ધા પેરાલિસિસ હોવા છતા પણ મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજકોટના ધોરાજીના ઝાંઝમેર ખાતે એક દિવ્યાંગ યુવકે વ્હીલચેર પર મતદાન મથકે પહોંચીને એક નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી. ગાંધીનગરના કલોલના પોલિયોગ્રસ્ત દંપત્તીએ પુત્રી સાથે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  દિનેશભાઈ અને મોનાબેનનું કહેવું છે કે, મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે શારીરિક ક્ષમતા નહીં, પણ મજબૂત ઈચ્છાશક્તિની જરુર હોય છે. નવસારીમાં પોલીસે પણ પોતાની ઉમદા ફરજ બજાવી.  વૃદ્ધો અને દિવ્યાંગજનોને સહારો આપીને મતદાન મથક સુધી પહોંચાડ્યા. નાગરિકોની પડખે ઉભા રહી ખાખીધારીઓએ નાગરિકોને પોતાના મતાધિકાર મેળવવામાં મદદ કરી.. કચ્છના એક દિવ્યાંગ યુવકને તેડીને પોલીસ બૂથ સુધી લઇ ગઇ હતી અને વોટિંગ કરાવ્યું હતું. આ યુવક શારીરિક દિવ્યાંગતાના કારણે મત આપવાથી વંચિત ન રહી જાય તે બાબત પણ પોલીસ જવાને ધ્યાને લીધી અને યુવકને પોતાનો અધિકાર અપાવ્યો.

ચૂંટણીમાં ફરજ બજવાવતા કર્મીનું મૃત્યુ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યં છે. મતદાન દરમિયાન આણંદના સાંસેજમાંથી એક દુ:ખદ સમચારા સામે આવ્યાં છે.  આણંદના સાંસેજમાં  બુથ નં.1ના કર્મચારી અમિત સોલંકીનું મૃત્યુ થયું છે. ફરજ દરમિયાન અમૃત સોલંકી એકદમ અચાનક જ ઢળી પડ્યાં હતા. હાર્ટ અટેકના કારણે મોત થયાની આશંકા સેવાઇ રહી છે. મૃતદેહને PM માટે તારાપુર સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. પીએમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે, મૃતક અમિત સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમાં  પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે  મતદાન થઇ રહ્યું છે.   રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યં છે.  આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું છે જે  સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે.

 15 મહાનગરપાલિકાની કૂલ 261 વોર્ડ અને 1044 બેઠકો છે. જેમાંથી 43 બેઠકો બિનહરીફ થઈ છે. તો અન્ય વોર્ડમાં આજે મતદાન થઇ રહ્યું છે. 84 નગરપાલિકાની બે હજાર 324 બેઠકોમાંથી 385 બેઠકો બિનહરીફ થતા 603 બેઠકો પર મતદાન હાથ ધરવામાં આવ્યું છે.  જ્યારે જિલ્લા પંચાયતની એક હજાર 90 બેઠકો પૈકી 52 બેઠકો બિનહરીફ થતા  એક હજાર 38 બેઠકો પર અને તાલુકા પંચાયતની પાંચ હજાર 234 પૈકી ચાર હજાર 976 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.  

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મેદાનમાં ઉતરેલા 25 હજાર 537 જેટલા ઉમેદવારોના ભાવી આજે EVMમાં સીલ થશે. મતદાનને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડાએ માહિતી આપતા કહ્યું કે મતદાનના દિવસે થ્રી લેયર સિક્યોરિટી એક્શન પ્લાન બનાવાયો છે. મતદાન મથકની સંવેદનશીલતા મુજબ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. સુરક્ષા વ્યવસ્થામાં એઆઈ ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. સીસીટીવી નેટવર્ક એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ મતદાન મથકો પર ચાપતી નજર રખાશે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર, લોકોને ગુમરાહ કરતા મેસેજ સોશલ મીડિયામાં વાયરલ કરનાર તત્વો સામે કડક પગલા ભરાશે. મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં મતદાન યોજાય તે માટે રાજ્ય પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ અને સધન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget