શોધખોળ કરો

રાજ્યમાં વધુ એક આશાસ્પદ યુવક ધબકાર ચૂકી ગયો, 40 વર્ષિય SRP જવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

હાર્ટ એટેકથી રાજ્યમાં મોતનો સિલસિલો થંભવાનું નામ લેતો નથી. ડાકોરમાં SRP જવાનને ફરજ દરમિાયન જ હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે

Heart attack Death:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે ડાકોરમાં સીઆરપી જવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું.

હાર્ટ એટેકથી રાજ્યમાં મોતનો સિલસિલો થંભવાનું નામ લેતો નથી. ડાકોરમાં SRP જવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. ડાકોરમાં લોકમેળામાં   બંદોબસ્તમાં તૈનાત 40 વર્ષીય SRP જવાન  રામજી પરમારનું  નિધન થયું છે. સવારે 8.30 વાગ્યે SRP જવાનને છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતાં તેમને તાબડતોબ ડાકોરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હતા. જો કે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય. સારવાર દરમિયાન જ સીઆરપીના જવાનનું મૃત્યુ નિપજ્યું છે. આશાસ્પદ યુવકના અચાનક નિધનથી પરિવાર પર દુ:ખનું આભ તૂટી પડ્યું છે. પરિવારના સભ્યો મોતના સમાચારથી શોકમગ્ન અને સ્તબ્ધ થઇ ગયા. 

Heart Attack Prevention: હાર્ટ અટેકથી બચવું હોય તો આ આદતોને રૂટીનમાં જરૂર કરો સામે

Heart Attack Prevention:હાર્ટ એટેક એક એવો રોગ બની રહ્યો છે જેમાં ઘણી વખત વિચારવાનો અને સમજવાનો પણ સમય નથી રહેતો અને વ્યક્તિ જીવનની લડાઈ હારી જાય છે.  તો પહેલાથી જ  હાર્ટ એટેક કેવી રીતે અટકાવી શકાય? હૃદયરોગને નિયંત્રણમાં રાખવા માટે કઈ જીવનશૈલી જાળવવી જોઈએ? અને કઈ વસ્તુઓ દ્વારા આ ખતરાને ટાળી શકાય છે, આ 5 હેલ્ધી ટેવોમાં છુપાયેલ છે આ પ્રશ્નોનો જવાબ.

ફિટનેસ અને ઓવર ફિટ વચ્ચેનો તફાવત

 સૌ પ્રથમ તો એ વાતનું ધ્યાન રાખો કે, બીમારીઓથી બચવા માટે તમે તમારું વજન નિયંત્રણમાં રાખો જેમાં ફિટનેસ મહત્વપૂર્ણ છે. જો કે ઉંમર બાદ પણ સ્લિમ દેખાવવાની ઇચ્છામાં  હાર્ડ  વર્કઆઉટ અને ક્રશ ડાયટિંગ આપને વધુ બીમાર કરી શકે છે.  

 રેગ્યુલર ચેકઅપ જરૂરી છે

 35-40 વર્ષ પછી દર વર્ષે તમારું મેડિકલ ચેકઅપ કરાવો, જેમાં ECG, સુગર, BP અને અન્ય ટેસ્ટ પણ કરાવો, જેથી સમય-સમય પર ખબર પડે કે કોઈ રોગ તો આકાર નથી લઇ રહ્યોને. શરીરમાં આ પરીક્ષણોથી એ પણ જાણી શકાય છે કે તમારું શરીર ક્યા રોગની સંભાવના ધરાવે છે અને તમે શરૂઆતથી જ સાવચેતી રાખી શકો છો.

ફળો-શાકભાજીઓ મર્યાદામાં ખાઓ

 જો તમે પણ ફિટ રહેવા માટે જરૂર કરતાં વધુ લીલા શાકભાજી, ફળો કે ડેરી ઉત્પાદનો ખાઓ છો તો સાવધાન રહો. મોસમી ફળો અને શાકભાજીમાં દૂધમાં સૌથી વધુ ભેળસેળ થાય છે. શાકભાજીમાં હાનિકારક રસાયણો ઉપરાંત ઘણાં ખોટા ખાતરનો ઉપયોગ થાય છે અને દૂધમાં સ્ટાર્ચથી લઈને યુરિયા પણ ભેળવવામાં આવે છે. તેથી, આ ખોરાકનું વધુ માત્રામાં સેવન ન કરો.

તણાવથી બચવાના ઉપાયો શોધો

હાલનું જીવન વધુને વધુ સ્ટ્રેસફુલ થઇ રહ્યું છે.  તેનાથી બચવાના ઉપાયો શોધો. અતિશય ભૌતિકવાદી વિચારસરણી પાછળ ન દોડો, પરંતુ પોતાને એવા કામમાં જોડો જે વાસ્તવિક સુખ આપે. દેખાડા અને ખોટા અભિમાનને બદલે સાદી જીવનશૈલી જીવવાની ટેવ પાડો અને બહાર સુખો શોધવા કરતા જાત સાથે અને અંદરથી ખુશ રહેતા શીખો.

યોગથી સ્વસ્થ રહો

જો વજન વધારે હોય તો હેવી વર્કઆઉટને બદલે હળવો, સુપાચ્ય અને હેલ્ધી ફૂડ ખાઓ અને યોગની મદદ પણ લો. યોગ અને ધ્યાન શરીર અને મન બંનેને ફિટ રાખે છે અને ઘણા પ્રકારના રોગોને દૂર કરી શકે છે.

Disclaimer:એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
Embed widget