Heavy Rain: બનાસકાંઠમાં તૂટી પડ્યો ભારે વરસાદ,જળપ્રલયની સ્થિતિ, ત્રણ ગામ સંપર્કવિહોણા
બિપરજોય વાવઝોડ બાદ ઉતર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં વરસાદ આફતરૂપ બની ગયો છે. અમીરગઢના ત્રણ ગામ સંપર્ક વિહોણા થયા છે.
બિપરજોય વાવઝોડ બાદ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં વરસાદ આફતરૂપ બની ગયો છે. અમીરગઢના ત્રણ ગામ સંપર્ક વિહોણા થયા છે. બિપરજોય વાવાઝોડુ પસાર થયા બાદ ઉત્તર ગુજરાતમાં બારેમેઘખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીં છેલ્લા બે દિવસમાં 2થી 8 ઇંચ વરસાદ થયો છે.
ત્રણ ગામ સંપર્ક વિહોણા
ભારે વરસાદના કારણે બનાસકાંઠાના અમીરગઢના ત્રણ ગામ સંપર્ક વિહોણા થયા છે. નાળું તૂટવાના કારણે ત્રણ ગામ તદન સંપર્ક વિહોણા બન્યાં છે. વિરમપુર, ભાટવાસ હડમાના અને ચનવાયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
વરસાદના કારણે જનજીવન અસ્તવ્યત
બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી હતી, અહી વાવાઝોડા બાદ પવન 40 થી 70 km ની ઝડપે ફૂંકાયો હતો અને સાંબેલાધારે વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં શનિવારે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં સાર્વત્રિક ચાર થી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે બાગાયતી પાકને પણ ભારે નુકસાન થયું છે .
છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં તુટી પડ્યો વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બિપરજૉયના લેન્ડફૉલ બાદ પોરબંદર, કચ્છ અને દ્વારકામાં ભારે તબાહી જોવા મળી હતી, આ પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયુ છે કે, હજુ પણ રાજ્યમાં વરસાદી ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, વરસાદે સૌથી વધુ બનાસકાંઠાને ઘમરોળ્યુ છે, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ ?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લામાં વરસાદ ?
- 22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ
- રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢ વરસાદ
-
24 કલાકમાં સૌથી વધારે અમીરગઢમાં 8 ઈંચ વરસાદ
- 24 કલાકમાં દાંતા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ધાનેરા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ
- 24 કલાકમાં પોશીના તાલુકામાં 6 ઈંચ વરસાદ
- 24 કલાકમાં દાંતીવાડા તાલુકામાં 6 ઈંચ વરસાદ
- 24 કલાકમાં પાલનપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં સાંતલપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ડીસા તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં રાધનપુર તાલુકામાં 5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં દીયોદર તાલુકામાં 4 ઈંચ વરસાદ
- 24 કલાકમાં થરાદ તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ
- 24 કલાકમાં સિદ્ધપુર, વડગામમાં પોણા 4 ઈંચ વરસાદ
- 24 કલાકમાં વાવ, સરસ્વતી, પાટણમાં ત્રણ ઈંચ વરસાદ
- 24 કલાકમાં લાખણી, વિજયનગર, કાંકરેજમાં અઢી ઈંચ વરસાદ
- 24 કલાકમાં સમી તાલુકામાં 2 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ભાભર, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં લખપત, ગોધરા અને સૂઈગામમાં દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં હાલોલ, વિરપુર, હારીજમાં સવા ઈંચ વરસાદ