શોધખોળ કરો
Advertisement
કોરોનાકાળમાં ગુજરાતનો GDP ઘટીને 0.6 ટકા, રાજસ્થાનનો GDP 11 ટકા
રાજ્ય સરકારે મે 2020માં વેટની આવક વધારવા માટે પેટ્રોલ અને ડિઝલ પરના વેટના દરમાં વધારો કરી રૂપિયાનો 2નો વધારાનો બોજ પ્રજા પર નાખ્યો પણ હતો.
ગુજરાતના સ્ટેટ જીડીપીમાં 12.5 ટકાનું મોટું ગાબડું પડયું છે. 2020-21ના નાણાંકીય વર્ષને અંતે ગુજરાતનું કુલ ઘરગથ્થુ ઉત્પાદન 0.6 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે મે 2020માં વેટની આવક વધારવા માટે પેટ્રોલ અને ડિઝલ પરના વેટના દરમાં વધારો કરી રૂપિયાનો 2નો વધારાનો બોજ પ્રજા પર નાખ્યો પણ હતો. તેનાથી મહેસૂલી ખાધમાં ઘટાડો થવો જોઈએ તે ઘટાડો થયો નથી. તેને બદલે મહેસૂલી ખાધ 21,952 કરોડની થવાનો સુધારેલો અંદાજ મૂકવામાં આવ્યો છે.
2020-21ના અંદાજ પત્રમાં ગુજરાત સરકારે રૂપિયા 789.39 કરોડની પુરાંત થવાનો અંદાજ મૂક્યો હતો. તેની તુલનાએ ખાધમાં જંગી વધારો થઈ ગયો છે. આમ પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં 2 રૂપિયાનો વધારો કર્યા પછીય સરકાર તેની મહેસૂલી આવક 2020-21ના વર્ષમાં વધારી શકી નથી.
બીજીતરફ રાજસ્થાન ની સરકાર ની એકંદર ઘરગથ્થુ ઉત્પાદન નો વૃદ્ધિ દર આ સમય ગાળા દરમયાન 11 ટકા રહેવાનો અંદાજ છે. ગુજરાત સરકારે કોરોના સમય દરમયાન પેટ્રોલ અને ડીઝલ ના ભાવ પરની વેટમાં રૂપિયા 2 નો વધારો મેં મહિનામાં કરેલો હતો.
તેની સામે રાજસ્થાન સરકારે જાન્યુઆરી મહિનામાં રજૂ કરેલા બજેટ માં પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ માં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. તેમ છતાંય રાજસ્થાનનો જીડીપી 11 ટકા જેટલો ઊંચો રહ્યો છે. ગુજરાતનો જીડીપી ઘટીને 0.6 ટકાના તળિયે જઈ રહ્યો છે.ગુજરાત સરકારના અયોગ્ય વહીવટને કારણે એકંદર ઘરગથ્થુ ઉત્પાદન નો વૃદ્ધિ દર ગુજરાત ના ઇતિહાસ માં સૌથી નીચો આવી જવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion