Dwarka : પત્નીએ કોની સાથે મળીને કરી નાંખી પતિની હત્યા? શું છે કારણ?
ગઈ કાલે મીઠાપુરના ઉદ્યોગનગરમાં રિસામણે આવેલી પત્નીને મનવવા માટે પતિ આવ્યો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું નહોતું તેમજ કોઈ વાતે મામલો બીચકાયો હતો અને વાત મારામારી સુધી આવી ગઈ હતી.

દ્વારકાઃ મીઠાપુરના ઉદ્યોગ નગરમાં રાત્રીના સમયે યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ યુવકની હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પત્નીએ જ પિયરવાળા સાથે મળીને કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરી નાંખતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે મીઠાપુરના ઉદ્યોગનગરમાં રિસામણે આવેલી પત્નીને મનવવા માટે પતિ આવ્યો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું નહોતું તેમજ કોઈ વાતે મામલો બીચકાયો હતો અને વાત મારામારી સુધી આવી ગઈ હતી.
રિસામણે આવેલી પત્નીને મળવા આવેલા પતિ પત્નીએ પોતાના ભાઈ અને માતા સાથે મળીને તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી મૃતકને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે.
Bhavnagar : નાળા પાસેથી યુવક-યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ, પોલીસે તપાસ હાથ ધરી
ભાવનગરઃ સોનગઢ તાબેના સરવેડી ગામે ધોળા કુવા પાસે નાળા પાસેથી બે લાશો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા પુરુષ અને મહિલાની લાશ મળી આવેલ છે.
હાલ સોનગઢ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવક-યુવતી કોણ છે અને તેમની લાશો અહીં કેવી રીતે પહોંચી તેમજ તેમની હત્યા કરવામાં આવી કે પછી આત્મહત્યા છે, તે અંગે પોલીસ તપાસ પછી જાણવા મળશે.
Amreli : બે સગીર બહેનોએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
અમરેલીઃ લાઠીમાં બે સગીર વયની બહેનોએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, લાઠીના મહાવીર નગર વિસ્તારમાં 2 સગી બહેનોએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. 17 અને 14 વર્ષની 2 બહેનોએ મોતને વ્હાલું કર્યું છે.
રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા લાગી આવતા પગલું ભર્યાનું પોલીસમાં નોંધાયું. ઘટનાને પગલે લાઠી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.
Banaskantha : સ્કૂલ પાસેથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?
અમીરગઢઃ બનાસકાંઠા જિલ્લામાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવતીની હત્યા કરાયા પછી યુવતીની લાશ સ્કૂલ પાસે ફેંકી દીધી હોવાનું પોલીસનું અનુમાન છે. અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અમીરગઢની મોડેલ સ્કૂલ પાસે યુવતીનો મૃતદેહ મળ્યો છે. શરીર પર ઘા મારેલ હાલતમા યુવતીનો મૃતદેહ મળ્યો છે. યુવતીની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું અનુમાન છે. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહનો કબ્જો લીધો છે.





















